ઑસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મિશેલ માર્શની એક હરકતને કારણે લાખો ક્રિકેટ ચાહકો નારાજ થયા છે. અમદાવાદમાં ભારત સામેની છ વિકેટની શાનદાર જીત બાદ વર્લ્ડકપ ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાએ કબ્જો કર્યો છે. પરંતુ આ ટ્રોફિનું ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ અપમાન કર્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી એક તસવીરમાં ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી ટ્રોફી પર પગ રાખીને બેઠેલો જોવા મળ્યો હતો અને ક્રિકેટ ચાહકો તેની આકરી ટીકા કરી રહ્યા છે.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
માર્શ જે 2015માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ચેમ્પિયન ટીમનો પણ ભાગ હતો, રવિવારે 15 રન બનાવીને જસપ્રિત બુમરાહના બોલ પર કેએલ રાહુલના હાથે તે કેચ આઉટ થયો હતો.
જીત બાદ તે ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી પર પગ રાખીને બેઠેલો જોવા મળ્યો હતો.ક્રિકેટ ચાહકોએ આ વર્તનને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું કે ટ્રોફી માટે તેમને થોડું સન્માન હોવું જોઈએ. ફેન્સે કપિલ દેવ, સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો શેર કરી છે, જેમાં તેઓ ટ્રોફીનું સન્માન કરતા જોવા મળે છે. કપિલ દેવે ટ્રોફીને માન આપીને તેમના માથા પર મૂકી તેનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે મિશેલ માર્શે આ સન્માનનું અપમાન કર્યું છે.