ભારતનો જીડીપી પ્રથમ વખત ૪ લાખ કરોડ ડોલરને પાર કરી ગયો છે. આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની નજીક છે. ભારત અત્યારે વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમેરિકા પ્રથમ, ચીન બીજા, જર્મની ત્રીજા અને જાપાન ચોથા સ્થાને છે.
ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આજે એટલે કે ૧૯મી નવેમ્બરે ભારતની જીડીપી ૪ લાખ કરોડ ડોલરને પાર કરી ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતનો જીડીપી ૪ લાખ કરોડ ડોલરને પાર કરી ગયો છે. હવે ભારતીય અર્થવ્યવસ્થા માટે આગળનું લક્ષ્?ય ૫ ટ્રિલિયન ડોલરના આંકડા સુધી પહોંચવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો લક્ષ્?યાંક રાખ્યો છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઠ (અગાઉ ટિ્વટર) પર આને લગતું ટિ્વટ કર્યું છે. તેણે દેશોના જીડીપી રેન્કિંગ સાથે એક ફોટો શેર કર્યો છે. આ હિસાબે જીડીપીનું કદ ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. ફડણવીસે તેમના ટ્વીટમાં કહ્યું, ‘ગતિશીલ, દૂરંદેશી નેતૃત્વ આવું જ દેખાય છે! આપણું સુંદર રીતે પ્રગતિ કરી રહેલું નવું ઈન્ડિયા આવું જેવું દેખાય છે. મારા સાથી ભારતીયોને અભિનંદન કારણ કે આપણો દેશ ૪ લાખ કરોડ ડોલર જીડીપીનો આંકડો પાર કર્યો છે.
———-
વધતી જતી અર્થવ્યવસ્થા અને અત્યંત આત્મવિશ્વાસ ધરાવતા લોકો, વિકસિત વિશ્વ ફુગાવાનો ઊંચો દર, યુદ્ધ, ખાદ્ય પદાર્થોની અછત અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. ઘણા મોટા દેશો તેમના જીડીપીની તુલનામાં મોટા દેવાનો બોજ ધરાવે છે. બીજી બાજુ, કેટલાક દેશો અતિ ફુગાવો અને નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે, મોટા કદની અર્થવ્યવસ્થા અને ઉચ્ચ વૃદ્ધિદર, ભારતીયોની આવક અને સંપત્તિમાં સરેરાશ વધારો થયો છે અને એની સાથે શિક્ષણનું સ્તર પણ વધ્યું છે, નવ વર્ષમાં જન ધન ખાતાંઓ નવ કરોડના આંકડાને વટાવી ચૂક્યાં છે, આગામી દાયકા કે એથી વધુ સમય ભારતનો હશે. આપણે એક મોટા પરિવર્તનના સાક્ષી થવાની સંભાવના છે જે માત્ર ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતું જાેશે નહીં, પરંતુ માથાદીઠ જીડીપીમાં પણ ભારે વૃદ્ધિ જાેવા મળશે.