બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે જીસીએના સેક્રેટરી અનિલ પટેલ
જય શાહે ફાઇનલ સહિત પાંચ મેચ દરમિયાન સુરક્ષાને લઈને ત્રણ વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
મીડિયા ગેલેરીની મુલાકાત દરમિયાન બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને જીસીએના મીડિયા મેનેજર જગત પટેલ
અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19મી નવેમ્બરના રોજ ફાઇનલ મેચમાં વધુ સારી રીતે મીડિયા કર્મીઓ કવરેજ કરી શકે તે માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને મીડિયા ઇન્ચાર્જ દ્વારા લગભગ 300 જેટલા મીડિયા કર્મીઓ માટે અલગ જગ્યાએ પ્રેસ બોક્સ ટુ અને ગ્રાઉન્ડમાં વધુ ફોટોગ્રાફર્સ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.ફાઇનલના દિવસે મીડિયા કર્મીઓને પણ સુંદર રીતે ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.અમદાવાદની વર્લ્ડ કપની બધી મેચો દરમિયાન આઈસીસી તરફથી મીડિયા હોસ્પિટાલિટીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.ફાઇનલ મેચના દિવસે આઈઆઇસીસી તરફથી પત્રકારો અને ફોટોગ્રાફરો માટે એક સુંદર ગિફ્ટ પણ આપવામાં આવી હતી. અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની વર્લ્ડ કપના 10 કેપ્ટન મીટ તથા ફાઈનલ સહિતના મોટા મુકાબલા રમાયા. વન-ડે વર્લ્ડ કપમાં આ વખતે અમદાવાદને ફાળે 5 મેચો આવી .19 નવેમ્બરે કમનસીબે ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ. આઈસીસી તરફથી ભારતમાં યોજાયેલ ક્રિકેટ મેચ વર્લ્ડ કપ 2023 માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ સહિત રમાયેલી મેચોમાં આઇસીસી ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈ દ્વારા દરેક મેચો દરમિયાન મીડિયા હોસ્પિટાલિટી એટલે મીડિયા આતિથ્ય માટે અભૂતપૂર્વ અને પ્રસંસનીય આયોજન કરવામાં આવ્યું હતું. મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ખૂબ જ શિસ્ત બદ્ધ સાથે ગ્રાઉન્ડમાં પ્રવેશવાનું ચેકિંગ સાથેનું આયોજન અને મેચો દરમિયાન મીડિયા ગેલેરી તથા ફોટોગ્રાફરો માટે સ્વાદિષ્ટ ભોજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ શિસ્ત બદ્ધ સાથે પ્રોટોકોલના નિયમોનું પાલન કરે તેની કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવી હતી.જીસીએની લક્ઝરી બસમાં સ્ટેડિયમ સુધી મેચ પહેલા સમયસર મીડિયા કર્મીઓને પહોંચાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ ફાઇનલ સહિત પાંચ મેચ દરમિયાન ત્રણ વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. જેમાં પાંચમી ઓક્ટોબરની પ્રથમ મેચમાં જય શાહે મીડિયા ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.ખાસ કરીને ફાઇનલ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા તે અગાઉના દિવસે ગુજરાત સરકારના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે પણ જય શાહે મોદી જે જગ્યાએ મેચ નિહાળવાના હતા તે જગ્યાનું પણ નિરીક્ષણ બારીકાઈથી કર્યું હતું.
વર્લ્ડ કપની મેચો દરમિયાન કવરેજ કરવા માટે આવેલ ભારતના જુદા જુદા રાજ્યો અને વિશ્વના જુદા જુદા દેશો જેવા કે બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા આવેલા તમામ મીડિયા ના પત્રકારો, ફોટોગ્રાફરો અને કેમેરામેને વ્યવસ્થિત અને સુંદર સગવડ આપવા બદલ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, જીસીએ સેક્રેટરી અનિલ પટેલ,અને 24 કલાક સ્ટેન્ડ ટુ રહેલા વેન્યુ મીડિયા મેનેજર જગત પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તેમજ બહારથી આવેલા તમામ મીડિયા કર્મીઓને અમદાવાદમાં હોટલ બુકીંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરેલ હતી.બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ, અને જીસીએના મીડિયા મેનેજર જગત પટેલ સહિત અન્ય તમામ સભ્યોએ સુંદર રીતે મીડિયા મેનેજમેન્ટ કર્યું હતું.