ગાંધીનગરના સેકટર – ૧૩/એ નાં રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે સેકટર – ૭ પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત સાત ઈસમોને ૧ લાખ ૫૩ હજાર ૬૦૦ નાં મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર સેકટર – ૧૩/એ પ્લોટ નંબર – ૬૪૦/૧ માં રહેતો દિલીપ કલ્લુભાઈ બનીયા બહારથી કેટલાક માણસો બોલાવી ગંજી-પાનાથી પૈસાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળતાં સેકટર – ૭ પોલીસ મથકનાં પીએસઆઇ એ આર ચૌધરી, એ.એસ.આઈ દિલીપસિંહ, કોન્સ્ટેબલ અનિલ કાળાભાઈ સહિતની ટીમ ઉક્ત મકાનમાં ત્રાટકી હતી. જ્યાં દિલીપ બનીયા હાજર મળી આવ્યો હતો. બાદમાં મકાનના ઉપરના માળે જઈને પોલીસે તપાસ કરતાં એક રૂમમાં કુંડાળું વળીને છ ઈસમો જુગાર રમી રહ્યા હતા. જેઓ પોલીસને જાેઈને ફફડી ઉઠી નાસવાની ફિરાક કરી કરતા હતા. જાે કે પોલીસે લાલ આંખ કરીને તમામને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં દિલીપ બનીયાના કહેવાથી અહીં જુગાર રમવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.જેઓએ પોતાના નામ દિપેંદ્ર લક્ષ્મણભાઈ કુસ્વાહ (રહે.મ.નં.૬૮/૮ રતનટેકરા બોરીજ, અર્જુન દ્રારીકા બડાઈ (મિસ્ત્રી)( રહે.ભુમિપાર્ક સોસાયટી વાવોલ) , મનિષ રમેશભાઈ શર્મા (રહે.તળપોજ વાસ, વાવોલ), કિશોર પરાગસિંગ લોધી (રહે.બોરીજ), અવધકિશોર શિવદયાલ યાદવ( રહે.ગોકુલપુરા, સેક્ટર-૧૪) તેમજ રણજીત જગતસિંહ યાદવ (રહે.મ.નં.સી-૩૦૧, સિધ્ધેશ્વરી સોસાયટી પેથાપુર) હોવાનું જણાવ્યું હતું. આ તમામ જુગારીઓ પાસેથી પોલીસે ૧૫ હજાર ૫૫૦ રોકડા, મોબાઈલ ફોન – ૭ તેમજ ત્રણ વાહનો સહિત કુલ રૂ. ૧. ૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Gj-૧૮ સે-૧૩ ખાતે ૭ સકૂનીયો ૧.૫૩ લાખના મુદ્દામાલસાથે ઝબ્બે
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments