ગુજરાતમાં નવા વરાયેલા CR પાટીલે પાવરફૂલ પરચો બતાવી રહ્યા છે, દરેક વખતે પાર્ટીને દબડાવતા અને પોતાની જો હુકમી ચલાવતા ઘણા નગરસેવકોને તગેડી મૂક્યા છે. પ્રમુખ બન્યા બાદ તેમણે સ્પસ્ટ સંકેત આપી દીધા હતા, કે સગાવાદ, ભાઈ, ભત્રીજા વાદ, કાકા-મામા, ફોઈના વાદ નહીં ચાલે, કામ કરશે તેને જ હોદ્દો મળશે. પાર્ટી પક્ષના મેન્ડેટનો અનાદર કરનારાને પણ હવે શાનમાં સમજાવી દીધા છે, ત્યારે નગરપાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં પાટીલના મેન્ડેટનો અનાદર કરનારને એક પળની પણ રાહ જોયા વિના 2 દિવસમાં જ સસ્પેન્ડ કરી દેવાયા છે મેન્ડેટનો અનાદર કરનાર 38 લોકોને એક સાથે સસ્પેન્ડ કરી દેવાતાં ભાજપમાં જ ખળભળાટ મચી ગયો છે. જેમાં હારીજ માંથી 4, ખેડબ્રહ્મા માંથી 2 થરાદમાંથી 3 કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14. રાપરમાંથી 13 અને તળાજામાં થી 2 કોર્પોરેટરને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. પાટીલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમના રાજમાં કોઈની પણ મનમાની નહીં ચાલે ભાજપે લાંબા સમય બાદ આ પ્રકારે એકશન લીધા છે.
પાટીલના રાજમાં કોને પદ મળશે એ કહેવું હવે મુશ્કેલ છે. પાટીલના આવ્યા બાદ ગુજરાત ભાજપમાં સત્તાના 2 કેન્દ્રો થયા છે. હવે સરકાર અને સંગઠન આમને સામને હોય તેવો માહોલ છે. દિલ્હીથી પાટીલ પર ચાર હાથ હોવાથી સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ ચૂપચાપ બેસી રહ્યાં છે. મેન્ડેટમાં કર્યું હતું ઉલ્લંઘન સસ્પેન્ડ કરી દેવાયા છે એ તમામ કોર્પોરેટરો ભાજપના સિમ્બોલ પર ચૂંટાયેલા હતા. જેઓએ પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા. પાટણ હારીજ પાલિકા, બનાસકાંઠામાં થરાદ અને કચ્છમાં રાપર પાલિકાનો સમાવેશ થાય છે. રાપરમાં તો એક સાથે 12 કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ જ સ્થિતિ રાજકોટના ઉપલેટા પાલિકા છે. આ પાલિકાના 14 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દેવાયા છે. ભાજપના સસ્પેન્ડ થયેલા નેતાઓમાં અનેક મોટા માથા છે. પાટીલે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સૌથી મોટો આ નિર્ણય લીધો છે. દિલ્હી જતા પહેલા આપ્યો ઝટકો આજે પાટીલને દિલ્હી બોલાવાયા છે. પાટીલે દિલ્હી જતાં પહેલાં જ ભાજપને મોટો ઝાટકો આપ્યો છે અને એ સાબિત કરી દીધું છે કે, તેમના રાજમાં તેઓ કોઈને પણ નહીં ચલાવી લે. 2 દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનાર 38 નેતાઓને પાટીલે સસ્પેન્ડ કરી દીધા છે. 38 કોર્પોરેટર એકાએક સસ્પેન્ડ કરી દેવાતાં ભાજપમાં પણ સન્નાટો ફેલાઈ ગયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે સી આર પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ કર્યા બાદ પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે, સાંજ બાદ પાટીલ દિલ્હી પહોચશે. સાંસદ પાટીલ કેન્દ્રની હાઉસિંગ કમીટીમાં ચેરમેન પણ છે. આવતીકાલે હાઉસિંગ કમિટીની બેઠક મળનાર છે જેમાં તે હાજરી આપશે. આ સિવાય તે આગામી સમયમાં યોજાનાર સંસદ સત્રને લઈને પણ તેની કામગીરી પૂર્ણ કરશે. સાથે જ પ્રદેશ બીજેપીની રાજકીય સ્થિતિ માટે પણ આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પાર્ટીના નેતાઓ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે પાટીલના દિલ્હી પ્રવાસ દરમિયાન પીએમ સાથે મુલાકાત કરશે અને ગુજરાતનો ચિતાર આપશે. સંગઠનમાં ફેરબદલને લઈને પાટીલે અનેક નેતાઓ સાથે વન ટુ વન મુલાકાત તો કરી લીધી બીજી તરફ સૌરાષ્ટ્ર પ્રવાસ પણ કરી લીધો છે.