ભાજપ કમલમ (કોબા) ખાતે નવા પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચાર ચાંદ લગાવી દીધા હોય તેમ મંત્રીઓને પણ કાર્યકરોના કામ કરવા પડશે, અને કમલમમાં આવીને સાંભળવા પડશે, ત્યારે આ ત્રણ દિવસમાં બે મંત્રી હાજર રહ્યા હતા. ભાજપના નવા સંગઠન માળખાની થીમ નક્કી થઈ ગઈ છે, એક વ્યક્તિ, એક પદની થીમ પર સંગઠન કામ કરશે. ત્યારે સાંસદ, મંત્રી, ધારાસભ્યોમાંથી ખુબજ જરૂરી હોય તો લે, બાકી સ્થાન મળવાની સંભાવના ખુબજ ઓછી છે. ઝોનવાઇસ પ્રવકતાઓની નિમણૂંક કરવામાં આવી શકે છે. હાલ મહામંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ સાથે 25 હોદેદારોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.