“ પૂર્વઝોન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા બાકી કરદાતાઓની વધુ ૨ મિલકતો સહિત કુલ ૬૫ મિલકતો પર રૂ. ૨ .૫૫ કરોડ નાં બાકી વેરાની કલેકટરશ્રીનાં રેકર્ડમાં બોજા નોંધ ”

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોનનાં પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા મે. ડે.મ્યુનિ.કમિશનર (પૂર્વઝોન) શ્રીના માર્ગદર્શન હેઠળ સમયસર પ્રોપર્ટી ટેક્ષની ચૂકવણી ન કરનાર સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ વધુ ૨ મિલકતમાં કલેકટરશ્રીના રેવન્યુ રેકર્ડમાં બોજા નોંધ કરવામાં આવેલ છે.જે બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોનમાં આવેલ (૧) નરેશભાઇ પ્રેમજીભાઇ કેવડિયા, ચોથો માળ ૩. સત્યમ પ્લાઝા પાસે સુકેતુ કોમ્પ્લેક્ષ પાસે નવા ઇન્ડિયા કોલોની નિકોલ (૨) પંચમ ડેવલોપર્સના ભાગીદારો

મનસુખભાઇ બાબુભાઇ પટેલ અને રાજેશકુમાર વિષ્ણુભાઇ પંચાલ, બીજો માળ – ૨૦૫, પંચમ શોપીંગ મોલ, નિકોલગામ રોડ નવા નિકોલ અમદાવાદ ખાતે મિલકત આવેલ છે. સદર મિલકતનો ટેનામેન્ટ નંબર. (૧)૦૪૪૮૩૩૫૧૯૧૦૦૦૧-૯ (૨) ૦૪૪૬૦૯૦૪૦૬૦૦૦૧-ઇ છે. આ મિલકતનો (તા.૧૨-૧૦-૨૦૨૩ ની સ્થિતિએ) પ્રોપટીટેક્ષની બાકી રકમ (૧) રૂ. ૧,૫૩,૦૨૨/- (૨) રૂ. ૬,૦૧,૭૩૦/- થાય છે. પરંતુ સદર મિલકતધારકને વારંવાર નોટીસઆપવા તથા સીલ મારવા છતાં હજુ સુધી ટેક્ષ ભરપાઇ કરવામાં આવેલ નથી. તેથી ઝોનલ ડે.મ્યુનિસિપલકમિશનરશ્રી(પૂર્વઝોન) દ્વારા બોજો નોધાવવાનો હુકમ કરવામાં આવેલ છે. તેને આધારે સદર મિલકત પર રેવન્યુ

રેકર્ડમાં બોજો (કાચી નોધ) દાખલ કરવામાં આવેલ છે. જો સદર મિલકતનો ટેક્ષ ભરવામાં આવશે તો અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NOC ઈશ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધકરવાની કાર્યવાહી કરવામાં આવશે. આમ, પ્રોપર્ટી ટેક્ષ ભરેલ નથી તેવી અન્ય મિલકત પર કલેકટરશ્રીના રેવન્યુરેકર્ડમાં બોજો દાખલ કરવાની કાર્યવાહી પ્રક્રિયામાં છે. આથી વધુ રકમ બાકી છે તેવા કરદાતાઓની મિલકત પરબોજો દાખલ જેવી કાર્યવાહી થી બચવા પોતાનો પ્રોપર્ટી ટેક્ષ ચૂકવી દેવા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com