સૌરવ ચૌહાણ
ગુજરાત તરફથી સૌરવ ચૌહાણે 108 રન બનાવ્યા
પિયુષ ચાવલાએ 10 ઓવરમાં 48 રન આપી ત્રણ વિકેટ લીધી
અમદાવાદ
હાલમાં અમદાવાદ ખાતે પણ વિજય હજારે ટ્રોફીની સી ગ્રુપની કુલ આઠ રાજ્યોની ટીમો વચ્ચે મેચો ચાલી રહી છે.વિજય હજારે ટ્રોફી ની ડી ગ્રુપ ની મેચો ચાલી રહી છે જેમાં ગુજરાત અને આસામ વચ્ચે ચંદીગઢના મહાજન ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વન-ડે મેચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમે 50 ઓવરમાં 320 રન આઠ વિકેટ ગુમાવીને બનાવ્યા હતા જ્યારે આસામ ૪૭.૧ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી 284 રન બનાવી શક્યું હતું. આમ ગુજરાતની 36 રનથી શાનદાર જીત થઈ હતી. ચંદીગઢના કિશનગઢ ખાતે મહાજન સ્ટેડિયમમાં ગુજરાત અને આસામ વચ્ચે ની મેચમાં ગુજરાતે ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી સૌરવ ચૌહાણે 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 82 બોલમાં 108 રન બનાવ્યા હતા જ્યારે ચિરાગ ગાંધીએ 9 ચોગ્ગા અને બે છગ્ગા ની મદદથી 42 બોલમાં 74 રન બનાવ્યા હતા. ક્ષતીજ પટેલે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ની મદદથી 43 બોલમાં 49 રન બનાવ્યા હતા. આસામ તરફથી મ્રીન મોય દત્તાએ 10 ઓવરમાં 62 રન આપી બે વિકેટ ઝડપી હતી જ્યારે આકાશ સેન ગુપ્તાએ 10 ઓવરમાં ૭૯ રન આપી વિકેટ ઝડપી હતી. આસામ ટીમે બેટિંગની શરૂઆત કરી ત્યારે તેમની ટીમમાંથી ડેનિસ દાસે 11 ચોગ્ગા અને એક છગ્ગા ની મદદથી 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. એસસી ઘાટીગાંવકરે છ ચોગ્ગા સાથે 59 બોલમાં 49 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી પિયુષ ચાવલાએ 10 ઓવરમાં 48 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. કથન પટેલે 10 ઓવરમાં 32 રન આપી બે વિકેટ લીધી હતી. આમ ગુજરાત ટીમે બનાવેલ 50 ઓવરમાં 320 રનના જવાબમાં આસામ ટીમ 47.1 ઓવરમાં 284 રન બનાવી નવ વિકેટ ગુમાવી હતી. આમ ગુજરાત ટીમનો 36 રને વિજય થયો .