દક્ષિણ પશ્ચિમઝોનમાં ઇસ્કોન ચાર રસ્તા થી સર્કલ પી સુધી ધારાસભ્યો અને કાઉન્સિલરો દ્વારા સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી

Spread the love

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સાફ-સફાઈ ઝુંબેશમાં સહકાર આપ્યો

અમદાવાદ

ગુજરાત સરકારનાં સ્વચ્છતા હી સેવા થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ ૬૦ દિવસ સફાઇ ઝુંબેશ કાર્યક્રમનાં ભાગરૂપે સ્વચ્છતાનાં અભિયાનને વેગવંતી બનાવવાનાં હેતુસર કાર્યક્રમ અંતર્ગત જુદા-જુદા સઘન જનજાગૃતિ અને સફાઇ ઝુંબેશ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેરનાં સરખેજ ગાંધીનગર હાઇવેનાં ઉજાલા સર્કલ થી વૈષ્ણોદેવી સર્કલ સુધી તા.૨૫ અને ૨૬ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન ખાસ સફાઇ ઝુંબેશ સવારે ૮.૦૦ કલાકે થી શરૂ કરવા આયોજન કરેલ. જે અનુસંધાને તા. ૨૫/૧૧/૨૦૨૩ ના રોજ દ.૫.ઝોનમાં આવેલ ઇસ્કોન ચાર રસ્તા થી સર્કલ પી સુધી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવેલ.

સદર કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ કાઉન્સીલરશ્રીઓ તેમજ મ્યુનિ. કોર્પોરેશનનાં અધિકારીશ્રીઓ અને મહાનુભાવો તથા એન.જી.ઓ., મ્યુ. સ્કુલ બોર્ડ તથા લોકભાગીદારી માં સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલ ઇન્ડિયાનિક આઈ.ટી. કંપની, વાઈડ એન્ગલ, નોવોટેલ હોટેલ, સેલ્બી હોસ્પિટલ, ઇસ્કોન ગાઠિયા, કાઉન પ્લાઝા, કર્ણાવતી ક્લબ, ધ ગ્રાન્ડ ઠાકર જેવી સંસ્થાઓના ૭૫૦ જેટલા કર્મચારીના શ્રમદાનનો સહકાર મેળવી તેમજ અ.મ્યુ.કો.ના વિવિધ વિભાગોને સફાઇ ઝુંબેશમાં જોડી કાર્યક્રમ કરવામાં આવેલ.જેમાં સો.વે.મે. વિભાગ તરફથી મીકેનાઈઝ સ્વિપીગ માટે ૫ રોડ સ્વીપર મશીન, ૪ JCB  ૧૬ ડમ્પર ટ્રક,8 ટાટા 407, ૪ કોમ્પેક્ટર,૨૦૦ સફાઈ કર્મચારી,એસ્ટેટ વિભાગ તરફથીમેન પાવર / મશીનરી માં કર્મચારી , ૩૨કોન્ટ્રાક્ટના મજુર – ૨૦,constrction સાઈટના મજુર- ૧૩૩,દબાણ વાન – ૪, કેન ૧,દુર કરવામાં આવેલ દબાણ લારી – ૨, બેનર – ૨૩, સ્ટીકર – પર, ડેડવાન – 2,પરચુરણ – ૫૪, કુલ દુર કરેલ દબાણ – ૧૩૩, ગાર્ડન વિભાગ: મેન પાવર / મશીનરી ટ્રેક્ટર ટોલી – ૪, લોડીંગ ટેમ્પો – ૩,ટ્રી ટ્રીમિંગ વાન – ૧, મજુર – ૫૦,વિવિધ સંસ્થાઓ, અ.મ્યુ.કો.ના સ્ટાફ તથા મશીનરી ઉપયોગમાં લઈ આશરે ૧૨૬ મે.ટન કચરાનો નિકાલ કર્યો તથા નાના-મોટા કુલ ૧૩૩ દબાણો દુર કરી સફાઈની કામગીરી કરી જનજાગૃતિ અભિયાન કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com