કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઇ 2024થી લાગૂ કરવામાં આવશે. હાલ 5માં અને છઠ્ઠા પગાર પંચ મૂજબ પગાર મેળવતા કર્મચારીઓને આ વધારો મળશે.આવા કર્મચારીઓના પગારમાં 15 ટકાથી 18 ટકાનો વધારો કરવામાં આવશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો પાંચમાં અને છઠ્ઠા પગાર પંચ મૂજબ કરવામાં આવ્યો છે. 16 નવેમ્બરે જારી કરવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતુ કે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.
અહેવાલ મુજબ ઓફિસ મેમોરેન્ડમમાં એવું કહેવામાં આવ્યું છે કે જાહેર ક્ષેત્રના સાહસોના છઠ્ઠા પગાર પંચના પૂર્વ સંશોધિત પગાર ધોરણ અથવા ગ્રેડ પે મેળવતા કર્મચારીઓ માટે વર્તમાન મોંઘવારી ભથ્થું. 212 ટકાથી વધારીને 230 ટકા કરવામાં આવ્યો છે.જેનો અર્થ એ થયો કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 18 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે. 18 ટકા DA વધારાના કારણે કર્મચારીઓના પગારમાં 7 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
આ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યુ છે કે CDA પેટર્ન સ્કેલ પર 5માં પગાર પંચ મૂજબ CPSEs કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ એવા કર્મચારી જેમણે 50 ટકા ડીએ મર્જરનો લાભ લીધો નથી. તેમના ભથ્થાને 462 ટકાથી વધારીને 477 ટકા કરવામાં આવ્યું છે. જ્યારે બીજી કેટેગરીમાં ડીએ મર્જરનો લાભ લેનારા કર્મચારીઓનુ ભથ્થુ 412 ટકાથી વધારીને 427 ટકા કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે કર્મચારીઓને સાતમાં પગાર પંચ મૂજબ મોંઘવારી ભથ્થુ 42 ટકાથી વધારીને 46 ટકા કરી દીધું છે. આ ભથ્થામાં વધારો 1 જુલાઇ 2023થી જ લાગૂ છે. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા જ આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારાની જાહેરાત કરી હતી. પરંતુ પાંચમાં અને છઠ્ઠા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી ન હતી.