વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી હતી. PM મોદી શનિવારે એટલે કે 25 નવેમ્બરે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સુવિધા પર પહોંચ્યા હતા. પીએમઓ અનુસાર, તેમણે તેજસના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કર્યું.વડાપ્રધાને બેંગલુરુમાં HAL ની મુલાકાત દરમિયાન ફાઈટર એરક્રાફ્ટ તેજસ ફાઈટરમાં ઉડાન ભરી હતી.
તેની કેટલીક તસવીરો સામે આવી છે. એચએએલની મુલાકાત વખતે પીએમ મોદીએ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સમીક્ષા કરી હતી. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની HALને ટેન્ડર બહાર પાડ્યું હતું.
તમને જણાવી દઈએ કે પીએમ મોદી સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર ભાર આપી રહ્યા છે અને તેમણે જણાવ્યું છે કે કેવી રીતે તેમની સરકારે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન અને તેમની નિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા દેશો હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ખરીદવા માટે સંમત થયા છે. યુએસ ડિફેન્સ જાયન્ટ GE એરોસ્પેસે વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન MK-II-તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 15,920 કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.