BCCIની જુનિયર ક્રિકેટ કમિટીએ UAEમાં 8 થી 17 ડિસે. રમાનાર અંડર-19 એશિયા કપ 2023 માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી

Spread the love

ભારત અંડર-19 માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી રુદ્રા પટેલની પસંદગી

અંડર-19 એશિયા કપ 2023 8 ટીમો વચ્ચે રમાશે : ફાઇનલ મેચ 17મી ડિસેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે : ભારત અને પાકિસ્તાનની ટીમો દસમી ડિસેમ્બરે સામસામે ટકરાશે : ભારત આ ટૂર્નામેન્ટ 8 વખત જીત્યું છે

ટીમ ઈન્ડિયાની મેચ શેડ્યૂલ

8 ડિસેમ્બર – ભારત વિ અફઘાનિસ્તાન

10 ડિસેમ્બર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન

12 ડિસેમ્બર – ભારત વિ નેપાળ

15 ડિસેમ્બર – બંને સેમિ-ફાઇનલ મેચ

17 ડિસેમ્બર – ફાઇનલ મેચ

અમદાવાદ

BCCIની જુનિયર ક્રિકેટ કમિટીએ UAEમાં રમાનાર અંડર-19 એશિયા કપ 2023 માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરી છે. ભારતની U19 ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી રુદ્રા પટેલની પસંદગી કરવામાં આવી છે.ભારતની U19 ટીમમાં 15 સભ્યો અને ત્રણ ટ્રાવેલ રિઝર્વ સ્ટેન્ડબાય ખેલાડીઓ હશે. પસંદગી સમિતિએ વધુ ચાર રિઝર્વ ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા છે. આ 4 રિઝર્વ ખેલાડીઓ ટીમ સાથે નહીં જાય. અંડર-19 એશિયા કપ 2023 8 ટીમો વચ્ચે રમાશે. ચાર-ચારના બે ગ્રુપમાં 8 ટીમોને રખાઈ છે. ગ્રુપ Aમાં પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને નેપાળને રાખવામાં આવ્યા છે જ્યારે શ્રીલંકા, જાપાન, UAE અને બાંગ્લાદેશ ગ્રુપ Bમાં છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અંડર-19 એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ભારત આ ટૂર્નામેન્ટ 8 વખત જીત્યું છે. ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની મેચ જોવા મળશે. આવતા મહિને અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. આ મેચ 10 ડિસેમ્બરે દુબઈના ICC એકેડમી ઓવલ 1 સ્ટેડિયમમાં રમાનાર છે.સાથે જ આ ટૂર્નામેન્ટ 8મી ડિસેમ્બરથી પ્રારંભ થશે અને ફાઇનલ મેચ 17મી ડિસેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

અર્શિન કુલકર્ણી, આદર્શ સિંહ, રુદ્ર મયુર પટેલ, સચિન ધસ, પ્રિયાંશુ મોલિયા, મુશિર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલી અવનીશ રાવ (વિકેટકીપર), સૌમ્ય કુમાર પાંડે (વાઈસ-કેપ્ટન), મુરુગન અભિષેક, ઇનેશ મહાજન (વિકેટકીપર) ), ધનુષ ગૌડા., આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી.

ટ્રાવેલિંગ સ્ટેન્ડબાય ખેલાડીઓ: પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન

રિઝર્વ ખેલાડીઓઃ દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.