માલીકોએ પોતાની મો.સા તથા એકસેસના ચાલક સગીર વયના હોવા છતા ચલાવવા આપેલ તેમજ ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ન હતું
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો
અમદાવાદ
સીજી રોડ પર ગઈકાલે રાતે બાઈક પર સ્ટંટ બાજી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાથી પોલીસના ધ્યાનમાં આવતા ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કેગઈ કાલ તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ આશરે ૨૩/૪૫ થી ક.૨૪/૦૦ વાગ્યાના દરમ્યાન સી.જી રોડ ગીરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા થી પંચવટી પાંચ રસ્તા વચ્ચે જાહેર રોડ પર સ્ટંટબાજી કરતો વિડિયો વાયરલ થયેલ જેમા પબ્લીકના માણસો સાથે અક્સમાત થાય તે રીતે તથા લોકોમા ભય પેદા થાય તેવો હોય જે વાયરલ વિડિયોને ઝીણવટભરી રીતે તપાસ કરતા ટુવ્હીલર એકસેસ નં- GJ-27-DV-3359 ના ચાલક તથા પાછળ બેસેલ નાબાલીક જણાઇ આવેલ હોય અને ટુવ્હીલર એકસેસ નં- GJ-27-DV-3359 તથા મો.સા GJ-27-DA-6438 ના માલીકોએ પોતાની મો.સા તથા એકસેસ ના ચાલક સગીર વયના હોય તેવુ જાણતા હોવા છતા ચલાવવા આપેલ તેમજ ચલાવવા અંગેનુ ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોય તેવુ જાણવા હોવા છતા તેઓના ચલાવવા આપેલ હોય જેઓએ તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ આશરે ક.૨૩/૪૫ થી ક.૨૪/૦૦ વાગ્યાના દરમ્યાન સી.જી રોડ ગીરીશ કોલ્ડ્રીગસ ચાર રસ્તા થી પંચવટી પાંચ રસ્તા વચ્ચે જાહેર રોડ પર સ્ટંટબાજી કરતો વિડિયો વાયરલ જેથી આ ઉપરોકત મો.સા અને એકસેસ ના માલીકો વિરુદ્ધમા એમ.વી.એકટ કલમ.૧૯૯(એ) મુજબ કાયદેસરની ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.