ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીએ ફરી એકવાર વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે પડકાર ઉભો કર્યો છે. ચીનના લોકો અને ખાસ કરીને બાળકોમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના રહસ્યમય લક્ષણો જોવા મળી રહ્યા છે. ભારત સરકાર ચીનમાં ફેલાતા આ સંક્રમણને લઈને સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરી પગલાં લઈ રહી છે.
સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે’ વૈશ્વિક ચિંતાનું કારણ બની ગયેલા રોગચાળા વિશે પૂછવામાં આવતા, માંડવિયાએ પત્રકારોને કહ્યું, “સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
ICMR અને ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ ચીનમાં ન્યુમોનિયાના વધતા જતા કેસ પર નજર રાખી રહ્યા છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.” તેઓ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરવા ગુજરાતના મહેસાણા જિલ્લામાં હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે ભારત ચીનમાં વર્તમાન ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિને કારણે ઊભી થતી કોઈપણ કટોકટી માટે તૈયાર છે.
તેમણે કહ્યું કે સરકાર ચીનના બાળકોમાં H9N2 ના પ્રકોપ અને તેમના શ્વાસ સંબંધી વિવિધ રોગોની ઘટનાઓ પર નજર રાખી રહી છે. માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના લોકોમાં, ખાસ કરીને બાળકોમાં, તેના દક્ષિણ અને ઉત્તરીય પ્રાંતોમાં વધતા જતા કેસોની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે, ચીને દાવો કર્યો છે કે મોસમી રોગ સિવાય કોઈ અસામાન્ય અથવા નવા રોગકારક કારણ હોવાનું જણાયું નથી.