કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે તાલુકા સમિતિ અને નગરપાલિકા સમિતિના સંગઠનને વધુ સક્રિય કરવું પડશે : શકિતસિંહ

Spread the love

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં  તાલુકા અને શહેર (નગરપાલિકા) કોંગ્રેસ સમિતિના પ્રમુખોની સંગઠન સંવાદ બેઠક યોજાઇ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા અને શહેર (નગરપાલિકા) કોંગ્રેસ સમિતિના પ્રમુખોની સંગઠન સંવાદ બેઠક અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તાલુકા અને શહેર (નગરપાલિકા) કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સાથેની સંગઠન બેઠકને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારત દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલ છે. આજનો દિવસ સંવિધાન દિવસ છે. બંધારણના નિર્માતાને યાદ કરીને શ્રદ્ધા-સુમન અર્પણ કરું છું. ડો. બાબાસાહેબ આંબેડકરના અધ્યક્ષસ્થાને સંવિધાન સભાએ આપણને સમાનતાના અને રાઇટ ટુ લાઈફ સહિતના અધિકારો આપ્યા છે. આજની આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કે એક તરફ આપણું શીર્ષ નેતૃત્વ શ્રીમતી સોનિયા ગાંધી,  રાહુલજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ  મલ્લિકાર્જુન ખડગે જેમના માર્ગદર્શનથી આપણે વિવિધ તબક્કામાં કામ કરી રહ્યા છીએ. જ્યારે એટલું જ મહત્વપૂર્ણ નેતૃત્વ આપ સૌ તાલુકા અને સ્થાનિક કક્ષાએ કામ કરો છો તે છે. ઈમારતની શાન એવી એની ઊંચાઈ એના બુનિયાદના પથ્થર પર ટકેલી હોય છે, આપ સૌ બુનિયાદના પથ્થર છો. આજે દેશ અને સંવિધાન સામે મોટો ખતરો છે. આ મોટા પડકારનો આપણે સૌ કોંગ્રેસજનોએ દેશહિતમાં સાથે મળીને સામનો કરવાનો છે. ભારતીય સંવિધાન સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ સંવિધાન પૈકીનું એક છે. સ્વાધીનતા આંદોલનના સપનાને ભારતીય સંવિધાન ઉજાગર કરે છે. જે સપના જોઈને મહાત્મા ગાંધી, ગોપાલકૃષ્ણ ગોખલે, મૌલાના આઝાદ, સરોજીની નાયડુ, મોતીલાલ નહેરૂ સહિતના અનેકે આઝાદીનો જંગ લડીને આપણને આઝાદી અપાવી. આ સમય એટલા માટે આપણે યાદ કરવાનો છે કે ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસ અન્ય દેશોના સ્વાધીનતાના ઈતિહાસ કરતા અલગ છે. કારણ કે આપણો સ્વાધીનતાનો સંગ્રામ ધર્મ, ભાષા, જાતિના આધારે નહીં પરંતુ આ તમામથી ઉપર ઊઠીને તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર મળે તેવા સપના સાથે થયો હતો અને એટલે જ અન્ય રાષ્ટ્રો કરતાં ભારત સહુને સાથે રાખીને આગળ વધી રહ્યું છે. જવાહરલાલ નેહરૂ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સંગ્રામમા સમાવિષ્ટ તમામ લોકોએ તેમના જુવાનીના સમયમાં આ લડતમાં જોડાયા હતા અને પૂ. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં ભારત દેશે આઝાદી મેળવી. આપણે ગૌરવ સાથે કહેવું પડે કે દેશની આઝાદીનો ઈતિહાસ હોય કે ભારતીય કોંગ્રેસનો ઈતિહાસ હોય એ એકબીજાના પૂરક છે.તાલુકા અને શહેર (નગરપાલિકા) કોંગ્રેસ સમિતિના પ્રમુખોની સંગઠન સંવાદ બેઠકને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે તાલુકા સમિતિ અને નગરપાલિકા સમિતિના સંગઠનને વધુ સક્રિય કરવું પડશે. સત્તા પડાવી લેવા માટે નહીં પરંતુ કોંગ્રેસ પક્ષના સેવાના યજ્ઞમાં જુદા-જુદા ક્ષેત્રના લોકોને જોડવા માટે હાથ સે હાથ જોડોનું જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. તાલુકા અને શહેર (નગરપાલિકા)ના સંગઠન પ્રમુખોએ તેમને સોંપેલી સેક્ટર-મંડલ સહિતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવી પડશે, જેથી કરીને જે વ્યક્તિને કોંગ્રેસ પક્ષે જવાબદારી સોંપી હોય તે સેક્ટર-મંડલના કાર્યકરોને તાલીમ સાથે તૈયાર કરવામાં ઝડપ કરી શકાય. ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજનો આ દિવસ સંવિધાન દિવસ છે. જે સંવિધાને આપણને સૌને સમાન હક આપ્યા છે. એક તરફ સત્તામાં એવા લોકો છે કે જેઓ સંવિધાનને દરિયામાં ફેંકી દેવા માંગે છે તેવા સમયે કોંગ્રેસ જન તરીકે આપણા સૌની ફરજ બને છે કે સંવિધાનને બચાવવા માટે સહુએ સાથે મળીને લડત આપવાની છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિ.મી.ની ભારત જોડો યાત્રા કરી હતી, જેની સમગ્ર દેશમાં મોટી અસર છે ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે પણ સ્થાનિક પ્રશ્નો અને આપણી વિચારધારાને લઈને લોકો સુધી પહોંચીએ. તાલુકા કક્ષાએ સોંપેલી કામગીરી સત્વરે પૂર્ણ કરીને આગામી દિવસોના કાર્યક્રમોને સફળ બનાવીએ અને સામાન્ય નાગરિકોને તેમના હક્ક-અધિકાર મળે તે માટેની લડતમાં કોંગ્રેસ જને સક્રિયતાથી ઝુકાવવાનું છે. એક તરફ સતત જુઠ્ઠાણું ફેલાવનારા અને નફરત ફેલાવનારા લોકો સત્તાસ્થાને છે ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોએ એક થઈને જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવાનો છે. આગામી દિવસોમાં જુદા-જુદા ક્ષેત્રના લોકો કઈ રીતે વધુમાં વધુ કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ શકે અને કોંગ્રેસ પક્ષના સેવાયજ્ઞને આગળ ધપાવીએ.સંવિધાન દિવસ નિમિત્તે આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષરૂપે જાણીતા વિચારક, પ્રો. રામ પુનિયાનીએ દેશ સામેના પડકાર, સાંપ્રત પરિસ્થિતિ, આઝાદી પહેલાંની પરિસ્થિતિ અને આઝાદી બાદની જુદી જુદી બાબતો ઐતિહાસિક તથ્યો સાથે રજૂ કરી હતી. શ્રી રામ પુનિયાનીએ ઐતિહાસિક તથ્યો સાથે હાલના સત્તાધીશો કઈ રીતે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષે તેની વિચારધારા સાથે લડત આપવાની છે તે બાબતો સુંદર રીતે રજુ કરી હતી. ઉપસ્થિત તમામ પદાધિકારીઓ ઉત્તમ તથ્યો આધારિત વાર્તાલાપથી અભિભૂત થયા હતા.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તાલુકા, શહેર કે સંપૂર્ણ સક્રિય યુનિટથી જ પક્ષની કામગીરી વધુ મજબૂતી કરી શકાશે. સ્થાનિક પ્રશ્નો અનેક છે, લોકોની સમસ્યા ઘણી છે, ત્યારે આપણે સૌ લોકોની સમસ્યામાં કઈ રીતે તેમને મદદરૂપ થવાય અને જ્યાં તંત્ર અન્યાય કરે ત્યાં લોકોને સાથે રાખીને લડતમાં પણ જોડાઈએ. લોકોની વાત સરકાર સાંભળતી નથી, તંત્ર બહેરુ છે તેવા સમયે કોંગ્રેસ જન માધ્યમ બનીને લોકોનો અવાજ બનશે.વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શૈલેષ પરમાર, એઆઈસીસીના મંત્રી રામકિશન ઓઝાજીએ ઉપસ્થિત તાલુકા અને નગરના સંગઠન પ્રમુખોને સ્થાનિક કક્ષાએ ચૂંટણી સંબંધિત અને સંગઠનલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.કોંગ્રેસના હાથ સે હાથ જોડો અભિયાનમાં સૌથી વધુ સભ્યો નોંધનાર પાંચ કાર્યકર-આગેવાનોને શ્રી મુકુલ વાસનિકજી અને શ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સંવાદ બેઠકમાં સંવિધાન દિવસ નિમિત્તે ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ડો. બાબાસાહેબના અમૂલ્ય યોગદાન અને સંવિધાનના મૂળભૂત મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા.રાજીવ ગાંધી ભવન ખાતે આજની તાલુકા અને શહેર (નગરપાલિકા) પ્રમુખની સંવાદ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, હાથ સે હાથ જોડો અભિયાનના કન્વીનરશ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બિમલભાઈ શાહ, પ્રવક્તા ડો. મનીષ દોશી અને જિલ્લા કોંગ્રેસ સમિતિનિ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com