વરસાદના પાણીના કીચ્ચડ થી પ્રજાત્રસ્ત, તંત્ર મસ્ત, હવે ક્યારે થશો વ્યસ્ત? શહેરમાં દે ઠોક પૂરેલા ખાડામાં વાહનો ફસાયા

Spread the love

ગુજરાતનું શહેર જીજે ૧૮ જાેવા જઈએ તો આખા ગુજરાતનું જમાદાર કહેવાય, પણ અહીંયા પરિપત્રો, આદેશો, ઠરાવો, આ તમામ અન્ય જિલ્લાઓ માટે, બાકી અહીંયા ચિત્ર જુદું જ છે, ત્યારે અમદાવાદ જેવી હાલત જીજે ૧૮ ની થઈ ગઈ છે, કારણ કે ગટર વાળો જાય તો પાઇપ નાખવા વાળો આવે, પછી ભૂંગળા, ઇલેક્ટ્રીક સીટી, ગેસવાળા ત્યારે આ કામકાજ ખોદવાનું ક્યારે બંધ ન થાય, ત્યારે ઓછું હોય તેમાં સીઝન વગરના વરસાદે ભુક્કા કાઢી નાખ્યા, ત્યારે અન્ય નવા સેક્ટરો, રાયસણ, કુડાસણ, કોબા જેવા વિસ્તારોમાં જ્યાં ગામમાં જવાના મુખ્ય રસ્તા હતા તે પણ બંધ કર્યા બાદ આગળ વળાંક આપતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલક કોઈ વાહન ક્યાં ચલાવવા તે પ્રશ્ન બન્યો હતો, ત્યારે જીજે ૧૮ મહાનગરપાલિકા દ્વારા મહમદ તધલધી જેવા કામો થતા અનેક લોકો પરેશાન થઈ ગયા છે,


માત્ર એક ઇંચ વરસાદમાં જ નગરના સેક્ટરોમાં આંતરિક માર્ગો કાદવ કીચડની સાથે સાથે નાના મોટા ભુવાએ સ્થાન જમાવતા સેક્ટરવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે. ઉપરાંત ગટર અને પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી ઝડપી પૂર્ણ થાય અને રોડ બનાવવામાં આવે તેવી માંગ પણ સેક્ટરવાસીઓમાં ઊઠવા પામી છે. જાેકે વરસાદની પગલે નગરના આંતરિક તેમજ મુખ્ય માર્ગો ઉપર પાણીના અડીંગા જાેવા મળતા સ્ટ્રોંમ લાઈનની કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.


રાજ્યના પાટનગર ની સ્માર્ટ સિટી બનાવવાની આંધળીડોટમાં નગરના સેક્ટરવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવાની સ્થિતિ બની રહી છે. ત્યારે ગોકળગતીએ ચાલતા વિવિધ કામોને લઈ સેક્ટરવાસીઓની હાલત કફોડી બની જવા પામી છે. જાેકે રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટરવાસીઓને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ૨૪ કલાક પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ પાટનગર યોજના વિભાગના સંયુક્ત ઉપક્રમે પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જાેકે છેલ્લા દોઢેક વર્ષથી પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હોવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થવાનું નામ લેતું નથી.
જાેકે પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી ની સાથે સાથે વર્ષોજૂની ગટર લાઈનને બદલે નવી ગટર લાઈન પણ નાખવાની કામગીરી જુના સેક્ટરોમાં શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાના આ બે પ્રોજેક્ટો પીવાની પાણીની પાઇપલાઇન તેમજ ગટર લાઈનની કામગીરી ગોકળગતીએ ચાલી રહી હોવાથી સેક્ટરવાસીઓને આંતરિક રસ્તા ઉબડ ખાવડ બની ગયા છે. ત્યારે રવિવારે સવારે અને સાંજે પડેલા વરસાદને પગલે સેક્ટરોના આંતરિક માર્ગો કાદવ કીચડની ભરમાર જાેવા મળી રહી છે. ઉપરાંત નાના-મોટા ખાડાઓને પગલે રહેતા સેક્ટરમાં રહેતા લોકોને પોતાનું ટુ-વ્હીલર કે ફોર વ્હીલર લઈને પસાર થવું સાત કોઠા વિધવા સમાન બની ગયું બની રહ્યું છે.
માત્ર અડધા ઇંચ વરસાદમાં જ ગાંધીનગર મહાનગરપાલિકાની વિકાસની પોલ ખુલી જવા પામી છે. ઝુંડાલમાં પ્રવેશદ્વાર પાસે જ પીવાની પાણીની પાઇપલાઇન પણ ખુલી જતાં મોટો ભુવો પડ્યો છે. જે પસાર થતાં વાહન ચાલકો માટે જાેખમી પુરવાર થઈ શકે છે. નગરના સેક્ટર ૧૨ ખાતે પણ માર્ગની બાજુમાં જ પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય પુરા નહીં કરતા મોટો ભૂવો પડ્યો છે આ ઉપરાંત માત્ર ૧૮ ઇંચ વરસાદમાં જ નગરના આંતરિક તેમજ મુખ્ય માર્ગોની ઉપર વરસાદી પાણીના અડીંગા જાેવા મળી રહ્યા છે જેને પરિણામે નગરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી સ્ટ્રોંમ વોટર લાઈનની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે મનપાના ટેક્સની ભરપાઈ સામે નગરવાસીઓને સુવિધા ને બદલે દુવિધાઓ વેઠવાની ફરજ પડી હોય તેવું માત્ર અડધા ઇંચ વરસાદમાં જ નગરવાસીઓ અનુભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *