રાજ્યમાં અધિકારી બની ગયા બાદ પાવરમાં અનેક લોકો રહેતા હોય છે, રોજબરોજ ગાડીમાંથી નીકળીને જતા હોય પણ અને ગરીબોથી લઈને શ્રમજીવી કામ કરતા હોય ત્યારે તેમની રોજબરોજ, નજર પડવા છતાં તેમના માટે ક્યારેય દયાભાવની લાગણી જન્મતી નથી, ત્યારે જીજે ૧૮ મનપાના બે અધિકારીની નજર પડતા જ તેમણે ગાડી રોકીને સરાનીહ કામ કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર એક વૃદ્ધા સરગાસણ પાસે વરસાદ વરસતા તૂટીયું વાળીને ઠંડીમાં થરથરતા હતા, ત્યારે ડેપ્યુટી કમિશનર પોતે ગાડીમાં હોય અને તેમની નજર પડતા જ તેમને ગાડી ઉભી રખાવીને વૃદ્ધાને રેસ્ક્યુ કર્યા હતા, ત્યારે ઉચ્ચ અધિકારી જાેડે હોય ત્યારે તેમની નીચેની કક્ષાના અધિકારી હિંમત ન કરે, ત્યારે ડેપ્યુટી કમિશનર દ્વારા ગાડી ઉભી રખાવી ત્યારે વૃધ્ધાને રીક્ષામાં બેસાડીને તેમને સલામત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કેયુર જેઠવા તથા મદદનીશ નિયામક સંદિપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ તસવીર દેખાય છે તે વરસાદમાં પોતે પલડીને વૃદ્ધાને મદદ કરી રહ્યા છે.