ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું ૧૦૨ વર્ષની જૈફ વયે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે. પૂજ્ય લગધીર બાપાએ સમગ્ર જીવન સેવાકીય પ્રવૃત્તિમાં વ્યતિત કર્યું હતું. તેમનું ઘર આ પંથકમાં આવતા સાધુ-સંતોના ઉતારાનું સ્થાન રહેતું હતું. પોતાની ખેતીની ૧૦ વીઘા જેટલી જમીન તેમણે વાદૃીઓને વસાહત માટે એન.એ.કરાવી દૃાનમાં આપી. જેમાં આજે ૨૫૦થી વધારે વાદૃી પરિવારો આજે નિવાસ કરે છે. ભૂદૃાન યજ્ઞના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ સાથે મળીને તેમણે કામ કર્યું હતું. દૃુષ્કાળના સમયમાં આ પંથકમાં બોરવેલ બનાવડાવી લોકોને પીવાના પાણીની સગવડ કરી આપી હતી. પૂજ્ય લગધીર બાપાનો પંથકના સંતો અને મહંતો સાથે સહવાસ રહેતો હતો. પૂજ્ય દૃત્તશરણાનંદૃજી, પૂજ્ય સદૃારામ બાપાજી, ઉજ્જનવાડા મંદિૃરના મહંતશ્રી, સણાદૃર મંદિૃરના પૂજ્ય ક્રિષ્નાનંદૃજી જેવા સંતોથી આધ્યાત્મિકતાનો નાતો ધરાવતા હતા.