દવા ઉત્પાદકો ક્લિનિકલ ટ્રાયલ અને પ્રારંભિક તબક્કાના ઉત્પાદનમાં વપરાતી દવાઓનું ઉત્પાદન કરતા ચીની કોન્ટ્રાક્ટરો પર તેમની નિર્ભરતાને મર્યાદિત કરવા માંગે છે, આ એક પગલું જે ભારતના દવા ઉદ્યોગને ફાયદો પહોંચાડી રહ્યું છે.
ક્લિનિકલ ટ્રાયલ અને અન્ય આઉટસોર્સ કામ માટે બાયોટેક કંપનીઓની ભારતમાં ભરપૂર ઇન્કવાયરી ચીન લગભગ 20 વર્ષથી ફાર્માસ્યુટિકલ સંશોધન અને ઉત્પાદન સેવાઓની શ્રેણી માટે પસંદગીનું સ્થાન રહ્યું છે કારણ કે ત્યાં કોન્ટ્રાક્ટ ડ્રગ ઉત્પાદકો દ્વારા ઓછા ભાવે ડિલ કરવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ યુ.એસ.-ચીન વેપાર યુદ્ધ અને કોવિડ-19 રોગચાળા દરમિયાન અન્ય ઉદ્યોગો દ્વારા અનુભવાયેલી સપ્લાય ચેઇન પાયમાલ થવા છતાં તે સંબંધ મોટાભાગે મજબૂત રહ્યો હતો. પરંતુ ચીન સાથે વધતા તણાવને કારણે વધુ પશ્ચિમી સરકારોએ ભલામણ કરી છે કે કંપનીઓ એશિયન મહાસત્તાના સંપર્કમાં આવવાથી સપ્લાય ચેનને “ડિ-રિસ્ક” કરે.
તે કેટલીક બાયોટેક કંપનીઓને ક્લિનિકલ ટ્રાયલ અથવા અન્ય આઉટસોર્સ કામ માટે સક્રિય ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ બનાવવા માટે ભારતમાં ઉત્પાદકોનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે
પ્રારંભિક અજમાયશમાં ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતાની સારવાર માટે યુ.એસ. સ્થિત બાયોટેક ફર્મ પરીક્ષણ કરતી ગ્લાયસેન્ડ થેરાપ્યુટિક્સના સ્થાપક ડૉ. આશિષ નિમગાંવકર સંમત થયા હતા. તેઓએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ પરિબળોએ ચીનને અમારા માટે ઓછો આકર્ષક વિકલ્પ બનાવ્યો છે.
ભારતના ચાર સૌથી મોટા સીડીએમ ઓ સીનજીન, એરાગન લાઈફ સાયન્સ, પીરામલ ફાર્મા સોલ્યુશન, સાઈ લાઈફ સાયન્સએ જણાવ્યું કે તેઓને આ વર્ષે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિત પશ્ચિમી ફાર્મા કંપનીઓ તરફથી રસ વધી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં વેચાણ 25%-30% વધ્યું છે. અન્ય કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓએ સૌથી તાજેતરના ક્વાર્ટરમાં મજબૂત નફામાં વૃદ્ધિ નોંધાવી છે.
કંપનીઓના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક ગ્રાહકો મેન્યુફેક્ચરિંગ માટે ચીન ઉપરાંત ભારતને બીજા સ્ત્રોત તરીકે ઉમેરવા માગે છે. અન્ય લોકો ચીન છોડવા માંગે છે અને ભારતમાં સપ્લાય ચેન શરૂ કરવાની વિનંતી પણ કરી રહ્યા છે. પીરામલ ફાર્મા સોલ્યુશન્સના સીઇઓ પીટર ડીયોંગે જણાવ્યું હતું કે, આ ભારતીય ઉત્પાદકોને સંપૂર્ણ લાભ તાત્કાલિક નહીં મળે.
પ્રારંભિક વિકાસમાં સારવાર માટે તેને બજારમાં લાવવામાં સમય લાગશે, જ્યારે તેના જેવી આઉટસોર્સિંગ કંપનીઓ માટે કરારો વધુ આકર્ષક બનશે, એમ તેમણે જણાવ્યું હતું.ભારત તેના 42 બિલિયન ડોલરના ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ માટે વેચાણ અને પ્રતિષ્ઠા વધારવા માટે ફાર્મા સર્વિસ સેક્ટરમાં વધુ પગ જમાવવા માંગે છે.
ભારત સ્થિત રિસર્ચ ફર્મ મોર્ડોર ઈન્ટેલિજન્સે ચીનમાં 27.1 બિલિયન ડોલરની સરખામણીમાં આ વર્ષે ભારતના સીડીએમઓ ઉદ્યોગમાંથી 15.6 બિલિયન ડોલરની આવકનો અંદાજ મૂક્યો છે. પરંતુ તે અનુમાન કરે છે કે ભારતના ઉદ્યોગની આવક ચીન માટે લગભગ 9.6% ની સરખામણીએ આગામી પાંચ વર્ષમાં સરેરાશ 11% થી વધુ વાર્ષિક વૃદ્ધિ પામશે.