ગુજરાત વિધાનસભમાં 2 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂૂ થશે તેવી સંભાવના છે. આ બજેટ સત્ર 30 દિવસનું હશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર થોડું વહેલું થશે. સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ લોકસભાની ચૂંટણીને લઈને આ બજેટ સત્ર એક મહિનો પહેલા યોજાશે. સાથે 2 ફેબ્યુઆરી 2024ની આસપાસ બજેટ સત્ર શરૂૂ થશે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે બજેટમાં ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં.આ ઉપરાંત બજેટમાં અનેક પ્રકારની રાહતો અપાશે તેવું પણ મનાઇ રહી છે.
હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાનના પ્રવાસે છે. આ જાપાન પ્રવાસના પ્રથમ દિવસે યામાનાશી હાઈડ્રોજન કંપનીના પ્લાન્ટની મુલાકાતથી લઈને ગુજરાતી સમાજ અને ભારતીય સમુદાયના લોકો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી.
બીજી તરફ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને લઈને પણ સરકાર ચિંતિત છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતાને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી અને ખેડૂતોની ચિંતા અંગે તેમને માહિતી આપી હતી.