મોરબી શહેરમાં લેડી ડોન તકીકે ઓળખાતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ફરીથી ચર્ચમાં આવી છે. પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો છે.
મોરબીમાં યુવકને માર મારી ચપ્પલ ચટાડવાનો મામલે ગુનાના મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલને પોલીસે ઝડપી પાડયા છે.
આ ઘટનામાં અગાઉ અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસ ઝડપી પાડયો હતો અને ડી. ડી.રબારીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અને હવે રાણીબા સહિત બીજા બે આરોપીઓને પોલીસે ઝડપી લેતા અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીને પોલીસ ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે લોકોને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પોતાને રાણીબા કહેવડાવતી વિભૂતિ પટેલ કયા રજવાડાની રાણી છે? આ વાતમાં કોઈ દમ છે કે નહીં?જો કે સાચી વાત એ છે કે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર બાયોમાં લખ્યું છે તેમ તે રાણીબા ઇન્ડસ્ટ્રીની ફાઉન્ડર કે માલિક છે.
રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એ ટાઇલ્સનો બિઝનેસ કરતી કંપની છે જે વિદેશમાં પણ એક્સપોર્ટ કરે છે. તે મોરબીમાં સ્થિત છે. તેની વેબસાઇટ પર ઉપરોક્ત માહિતી આપવામાં આવી છે.વિભૂતિ પટેલનાં એક ફોટોમાં વાઇટ ફોર્ચ્યુનર ગાડીમાં આગળ એક પ્લેટમાં લાલ તકતી દેખાય છે જેમાં રાણીબા લખેલું છે.વિભૂતિ પટેલે આ સમગ્ર કાંડ પછી પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ લોક કરી દીધું છે જેમાં તેમણે અનેક રુઆબદાર ફોટોઝ મૂકેલા હતા.