અમદાવાદ
આજ રોજ તા.૨૯/૧૧/૨૦૨૩ ના રોજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લીમીટેડ વિરમગામ ખાતે બોમ્બ થ્રેટ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવેલ હતુ જે મોકડ્રીલમાં વિરમગામ આઇ.ઓ.સી.એલ કંમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવેલ હતી. આ મોકડ્રીલમાં આઇ.ઓ.સી.એલ કમ્પાઉન્ડમાં શંકાસ્પદ બોમ્બ મળી આવેલ હોવાની આઇ.ઓ.સી.એલ તરફથી જાણ થતા આઇ.ઓ.સી.એલ કંપનીના કર્મચારીઓ, સી.આઇ.એસ.એફ. સીક્યુરીટી પુનીટ, એસ.ઓ.જી શાખા અમદાવાદ ગ્રામ્ય, બી.ડી.ડી.એસ અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી. શાખા, વિરમગામ ટાઉન પોલીસ, વિરમગામ રૂરલ પોલીસ, વિગેરે કર્મચારીઓ દ્વારા આ મળેલ બોમ્બ થ્રેટ બાબતે મોકડ્રીલ દ્વારા શંકાસ્પદ મળી આવેલ બોમ્બથી કોઇ જાનમાલ મીલક્તને નુકશાન પહોચે તે પહેલા તેને નીષ્ફળ બનાવવા કાર્યવાહી કરવામાં આવેલ અને ભવિષ્યમાં આવી કોઇ પરીસ્થીતી ઉદ્ભવે તે પહેલા કઇ રીતે પગલા લઇ શકાય તે અંગે ઉપરોક્ત સર્વે ટીમોને કઇ રીતે કામગીરી કરવી જે અંગે માર્ગદર્શન તથા મોકડ્રીલનુ આયોજન કરવામાં આવેલ હતુ.