ભાજપ દ્વારા વ્હાઈટ ટોપિંગ રોડનો કરાયેલ વ્હાઈટ વોશ : સને ૨૦૨૩-૨૪ ના બજેટમાં દરેક વોર્ડ દીઠ ૨ વ્હાઈટ ટોપિંગ રોડ રૂા.૨૫૦ કરોડના ખર્ચે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનું ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ વાયદો માત્ર પોકળ : શહેઝાદખાન

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કેઅમદાવાદ મ્યુનિ.કોર્પોના સને ૨૦૨૩-૨૪ ના બજેટમાં મંજુર થયેલ કામો પૈકી દરેક વોર્ડ દીઠ ૨ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનું ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અને તે માટે રૂા. ૨૫૦.૦૦ કરોડ જેટલી માતબર રકમ પણ ફાળવેલ હતી જેથી અમદાવાદ શહેરમાં કુલ ૯૬ રોડ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના થતાં હતાં પરંતુ વાસ્તવિક્તા મુજબ બજેટ વર્ષના ૮ માસ વીતી ગયાં બાદ હજુ માત્ર ૬ રોડ જ ભાજપના સત્તાધીશો બનાવી શક્યા છે એટલે કે ૧૦ % પણ કામગીરી કરી શક્યા નથી તે ૬ રોડ પૈકી ૨ રોડની ૧૦૦ %, ૧ રોડની ૯૦ % અને ૩ રોડની ૮૦ % જ કામગીરી પૂર્ણ કરી શક્યા છે જે ભાજપની વહીવટી અણઆવડતતા પુરવાર થાય છે તેમજ વર્ષ દરમ્યાન બજેટ રીવ્યુ કમિટીની બેઠકો મળેલ હતી તે સમયે પણ ભાજપના સત્તાધીશોને તેઓ દ્વારા કરાયેલ વાયદાઓ યાદ ના આવ્યાં જેથી પુરવાર થાય છે કે, ભાજપના શાસકો માત્ર જુઠા અને પોકળ વાયદાઓ આપવામાં માહેર છે મ્યુનિ.કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વર્ષાંતે તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે આ કડવી અને નરી વાસ્તવિકતા છે ત્યારે સને ૨૦૨૩-૨૪ના વર્ષનું બજેટ વર્ષ પુરું થવામાં માત્ર ૪ માસ બાકી રહે છે ત્યારે ૪ માસમાં બાકી રહેલા ૯૦ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે શું ભાજપના સત્તાધીશો સક્ષમ છે ? ત્યારે મંજુર કરાયેલા કામોનો પ્રગતિ રીર્પોટ તથા કામોનો અગ્રતાક્રમ આપવા બાબતે મળેલ બજેટ રીવ્યુ કમિટીની બેઠકો હાસ્યાસ્પદ બની રહેલ છે હવે આગામી વર્ષ ૨૦૨૪-૨૫માં કરવાના વિકાસ કામો બજેટમાં સમાવવા માટે સૂચનો મંગાવેલ છે પણ જે જુના કામો બાકી છે તે પહેલાં તો પુરા કરો.દર વર્ષનું બજેટ કરોડો રૂા. નું હોવા છતાં પ્રજાકીય કામો ખોરંભે પડે છે અને દિન-પ્રતિદિન સમસ્યાઓ વધતી જાય છે જે વાસ્તવિકતા છે અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અનેક દરખાસ્તો હજુ પણ અમલમાં મુકી શકાઇ નથી જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે અને પ્રજાને લોલીપોપ અપવામાં માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરે છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે પ્રજાને સુચારૂ વહીવટ અને સારી પ્રાથમિક સુવિધા આપવા માટે સત્તાધારી ભાજપની ઇચ્છાશક્તિ મરી પરવારી હોય તેવું જણાઈ રહયું છે માત્ર વાહવાહી મેળવવાના નામે કામો મંજુર કરી માત્ર બજટે બુકમાં રહેવા પામે છે આ તમામ બાબતોને લઇ બજેટના કોઇ પણ પ્રકારના કામોનું અમલીકરણ કરવા તેને લઈને જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી સમયસર થઇ શકે તેવું આયોજન કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com