Gj-૧૮ શહેરના ક્રોસિંગ પર ટ્રાફિકથી રહીશો પરેશાન, રેલવે ઓવરબ્રિજ બનાવવા મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

Spread the love

Gj-૧૮ શહેરનો છેડો હવે વધી ગયો છે, જે વસ્તી આજથી ૨૦ વર્ષ પહેલાં હતી, તેના કરતાં જ ચાર ઘણી વધી જતા અને નવા શહેરો, જે ગામડા હતા તેવા મોટા શહેરો બની ગયા છે, ત્યારે કુડાસણ, રાયસણ, રાંદેસણ, પોર, કોબા અને હવે રાંધેજા તથા પેથાપુર પુરપાટવેગે વિકાસ થઈ રહ્યો છે, ત્યારે પેથાપુરની જનસંખ્યા જાેવામાં આવે તો ૨૦ વર્ષ પહેલા gj-૧૮ શહેરની હતી, તેટલી થઈ ગઈ છે, ત્યારે રાંધેજા પેથાપુર, કોલવડા, વાવોલ ખાતે નડતા ફાટકથી રહીશો ટ્રાફિકની સમસ્યાથી તોબા પોકારી ગયા છે, ત્યારે આ પ્રશ્ન ભારે ટ્રાફિક જામ થતો હોવાથી આ ત્રણેય ક્રોસિંગ પર રેલવે ઓવર બ્રિજ બનાવવા માટે શહેર વસાહત મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કહ્યું કે ગાધીનગર શહેરના મુખ્ય ધોરીમાર્ગો પેથાપુર જીઈબી ચરેડી પાસે, ગ-પ થી જીઆઈડીસી સર્કલ વચ્ચે આવતા રેલ્વે ફાટક અને ખ -૩ સકૅલથી વાવોલ ગામમાં જવા માટેનો મુખ્ય માગૅ પરના રેલ્વે ફાટક પાસે ગાધીનગર શહેરના નાગરિકોને દિવસ રાત્રે અવરજવર કરતાં તથા ધંધા રોજગાર માટે બહારથી આવતા નાગરિકોને આ સ્થળે રેલ્વે તેના નિયત સમયે પસાર થતી હોવાથી ટ્રેનના નિયત સમય પહેલાં ૨૦ થી ૨૫ મિનિટ ફાટક બંધ કરવામાં આવે છે. આથી મુખ્ય માગૅ પર બંન્ને સાઈડ ટ્રાફિક જામ થઇ જાય છે. જેથી નાગરિકો ધંધા રોજગાર માટે સમયસર પહોંચી શકતા નથી અને ઘણી વખત ઈમરજન્સી બિમાર વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે પહોચાડવા માટે મોડું થાય છે અને સમયસર સારવાર ન મળતા દરદી જીવ ગુમાવે છે. આથી શહેરના નાગરિકોની મુખ્ય માર્ગો પર શહેરના નાગરિકોની પારાવાર મુશ્કેલીઓ તથા બનતા અકસ્માત ટાળવા ઉકત ત્રણ મુખ્ય માર્ગો વચ્ચે આવતા રેલ્વે ફાટક પર સત્વરે ઓવરબ્રિજ બનાવવા માટે શહેરના નાગરિકોની માગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com