શહેરમાં સવારે અને સાંજે તો ટ્રાફિકથી તોલ્યા, ત્યારે જ્યાં કામ આવે છે તેવા રીંગરોડ અને અંદર બ્રિજના કામોમાં પણ ઢીલા પાંચથી લોકો પરેશાન થઈ ગયા છે. તપોવન સર્કલથી ગાંધીનગર તરફ આવતાં નર્મદા કેનાલ પર મેટ્રોની કામગીરી હાથ ધરવામાં આવતાં આગામી ૩ માસ જેટલાં સમય સુધી રોડ બંધ હોવાથી ગાંધીનગર તરફ આવતાં વાહન ચાલકો માટે છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકની સમસ્યા ચર્ચાનો વિષય બન્યો છે. સવાર અને સાંજના ઓફિસ સમય દરમિયાન ટ્રાફિકનું સંચાલન કરવું ટ્રાફિક પોલીસ માટે પણ લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યું છે. જેના કારણે બાલાપીર અડાલજ ચોકડી અને એપોલો સર્કલ ખાતે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે નીતનવા પ્રયોગો કરવાનો વારો આવ્યો છે.
નરોડા અને ઇન્દિરા બ્રિજ બાજુથી આવતાં વાહનચાલકોને કોબા તરફ જવા માટે તપોવન સર્કલ થઈને યુટર્ન લેવાની ફરજ પાડવામાં આવી હતી. જેના કારણે વાહનચાલકોને ૪ કિલોમીટરથી પણ વધારેનો ધક્કો થયો હતો. યુટર્ન લેવાની ફરજ પાડ્યા બાદ પણ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેતાં તંત્રના અધિકારીઓ દ્વારા આ પ્રયોગ પડતો મુકવાનો વારો આવ્યો હતો. જાે કે આગામી સમયમાં હજું પણ આ સમસ્યા વકરવાની સંભાવના હોવાથી તંત્રના અધિકારીઓને અન્ય કોઈ વિકલ્પ અપનાવ્યા સિવાય છૂટકો નથી તેમ? જણાઈ રહ્યું છે.
આ બાબતે ટ્રાફિકનું નિયમન કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે, ઓફિસ સમય દરમિયાન ટ્રાફિકમાં વધારો થતો જાેવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં લગ્નગાળો પણ હતો અને શાળાઓમાં વેકેશન પૂર્ણ થવાનું હોવાથી પરત ફરી રહેલાં શહેરીજનોને કારણે વધારે પડતો જામ જાેવા મળ્યો હતો. જ્યારે બાલાપીર ચોકડી ખાતે ઉત્તર ગુજરાતથી આવતાં ભારે વાહનોને કારણે ટ્રાફિક સર્જાતું હોવાનું જાેવા મળ્યું છે. ભારે વાહનો કોબા થઈને મુખ્ય હાઇવે તરફ જતાં હોય છે. ડાયવર્ઝનના કારણે બાલાપીર ખાતે પણ ટ્રાફિકની સમસ્યા વધેલી જાેવા મળેલ છે.
અંદાજીત ૩ માસ સુધી મેટ્રોની કામગીરી ચાલું હોવાના કારણે, ટ્રાફિકનું સરળતાથી નિયમન થઈ શકે તે માટે, ટ્રાફિક પોલીસ દ્વારા એપોલો સર્કલ ખાતે ૧ પીએસઆઇ અને ટીઆરબી સહિત ૧૦ જણાનો સ્ટાફ ફરજિયાત ધોરણે મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત બાલાપીર ચોકડી ખાતે પણ રાત્રિના સમયે ૭ટીઆરબી અને અન્ય ૨ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.