યુરોપિયન મેડિટેરિયનીન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)એ જણાવ્યું છે કે ફિલિપાઈન્સના મિંડાનાઓમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ 63 કિમી એટલે કે લગભગ 39 માઈલ ઊંડાઈએ આવ્યો છે. અમેરિકાની સુનામી વોર્નિંગ સિસ્ટમે ફિલિપાઈન્સ તથા જાપાનમાં સુનામીની ચેતવણી આપી છે.
ફિલિપાઈન્સ સિસ્મોલોજી એજન્સી PHIVOLCSએ જણાવ્યું છે કે ભયાનક ભૂકંપને પગલે ફિલિપાઈન્સમાં આજે મધ્ય રાત્રીએ સુનામીના મોજા આવી શકે છે અને તે કેટલાક કલાકો સુધી અસર ધરાવી શકે છે.
A strong earthquake hit the #Philippines and a tsunami warning also issued.
— Musa Kayrak (@musakayrak) December 2, 2023
બીજી બાજુ જાપાનીઝ બ્રોડકાસ્ટર NHKએ જણાવ્યું છે કે ભૂકંપને પગલે 3 મીટર સુધીના મોજા જાપાનના પશ્ચિમી તટને અથડાઈ શકે છે અને તે રવિવારની રાત્રે 1:30 વાગે આવી શકે છે.
US જીઓગ્રાફિક સર્વેની માહિતી પ્રમાણે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 10:37 વાગે 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને ફિલિપાઈન્સના દક્ષિણ પૂર્વમાં આઅવેલા ભૂકંપમાં આઠ લોકોના મોત થયા હતા.