ભારતીય અર્થ વ્યવસ્થા માટે ઘણા લાંબા સમય બાદ એક સારા સમાચાર છે. આ સારા સમાચાર એ છે કે જાપાની બ્રોકરેજ કંપની નોમુરાએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે ભારતના વિકાસ દરના અંદાજને 5.9 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે.
બીજા ક્વાર્ટરના જીડીપીના સત્તાવાર ડેટા આવ્યા બાદ આ વધારો કરવામાં આવ્યો છે., જેથી ભારતીય અર્થ વ્યવસ્થા માટે ખુબ જ આવકારદાયક છે.
જો કે બ્રોકરેજ કંપનીઓના અર્થશાસ્ત્રીઓએ શુક્રવારે જણાવ્યું હતુ કે નાણાકીય વર્ષે 2024-25માં ગ્રોથ રેટ 5.6 ટકા સુધી ધીમો પડવાનું અનુમાન છે. તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા પબ્લિક કેપેક્સમાં સુસ્તી, ગ્રામીણ માંગ અને પ્રાઈવેટ સેક્ટરના મુડી રોકાણમાં ઘટાડો અને વૈશ્વિક મંદીના કારણે 2024-25માં વિકાસ દર ઘટી શકે છે. એટલે કે હવે ચૂંટણી નજીક આવશે પછી જાણી શકાશે કે માર્કેટમાં શું હલચલ થાય છે.
મળતી માહિતી મુજબ ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે દેશની અર્થવ્યવસ્થા 7.6 ટકાના દરે વિકાસ થયો છે. આ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક સમય એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન જીડીપી 7.8 ટકા હતો. જ્યારે ગત નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં જીડીપી 6.3 ટકા હતો. મોટાભાગના વિશ્લેષકો આશા રાખી રહ્યાં હતા કે બીજા ક્વાર્ટરમાં જીડીપીની વૃદ્ધિ નોદર 6.8 ટકાની આસપાસ રહેશે.
રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2024 માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDPના વિકાસ અનુમાનને 6 ટકાથી વધારીને 6.4 ટકા કર્યું છે. મજબૂત ઘરેલુ પરિબળોના કારણે રેટિંગ એજન્સીએ તેના વિકાસ અનુમાનમાં વૃદ્ધિ કરી છે.