3 રાજ્યોમાં ભાજપની બહુમતિ પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે દેશના નાગરિકોના દિલમાં મોદીજી વસે છે. લોકોએ જવાબ આપી દીધો છે. પેલા ભાઈ બહેન દેખાઈ છે ખરા ? BJPના કામથી કરોડો પરિવારનું જીવન બદલાયુ છે. તેમાં જમ્મુ કાશ્મીરથી કન્યા કુમારીમાં ખુશી છે.
દેશના ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે અત્યારે મતગણતરી થઈ રહી છે અને ચારેય રાજ્યોની તમામ સીટ પરના શરુઆતના ટ્રેન્ડ બહાર પડી ગયા છે જેમાં ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યોમાં બહુમત સાથે આગળ ચાલી રહી છે અને જીતની સંભાવના વધારે છે જ્યારે કોંગ્રેસનો તેલંગાણામાં વિજય લગભગ નિશ્ચિત મનાઈ રહ્યો છે. દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ચાર રાજ્યોનું પરિણામ આજે જાહેર થશે જ્યારે મિઝોરમ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે.
હાલ ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી થઈ રહી છે જેમાં ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમત સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ એક રાજ્યમાં પોતાની સરકાર બનાવી શકે તેવી સંભાવના ચાલી રહી છે. ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુમત સાથે જીત મળી શકે છે. પૂર્વ ભારતના રાજ્ય મિઝોરમમાં પણ ચૂંટણી આ ચાર રાજ્યો સાથે જ સંપન્ન થઈ છે. પરંતુ તેનું પરિણામ આવતીકાલે 4 ડિસેમ્બરે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં એટલે કે સાતમી અને 17મી નવેમ્બરે, મિઝોરમ અને મધ્યપ્રદેશમાં સાતમી નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગણામાં 30મી નવેમ્બરે મતદાન થયું હતું. મધ્યપ્રદેશમાં આ ચૂંટણીમાં 76.22 ટકા, છત્તીસગઢમાં 76.31 ટકા, રાજસ્થાનમાં 74.13 ટકા અને તેલંગણામાં 71.34 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન મિઝોરમમાં 80.66 ટકા થયું છે.