તિરૂવનંતપુરમમાં રહેનાર વ્યક્તિ એક સાઈબર સ્કેમનો શિકાર થઈ ગયો છે. 31 વર્ષના વ્યક્તિની સાથે 90 લાખ રૂપિયાનો ફ્રોડ થઈ ગયો છે. હકીકતે 31 વર્ષના વ્યક્તિએ ઈન્ટરનેટ પર પાર્ટ ટાઈમ નોકરીને લઈને સર્ચ કર્યું હતું. તેના બાદ તેને એક એડવર્ટાઈઝમેન્ટ દેખાઈ, જેના પર તેણે ક્લિક કર્યું હતું અને તેની સાથે ફ્રોડ થયું.
આ જાહેરાત ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગને લઈને હતી. તેના બાદ તેણે ઈન્ટરનેટ પર માંગવામાં આવેલી જરૂરી ડિટેલ્સને ભરી અને પછી તેને ત્યાંથી એક કોલ આવ્યો. કોલ કરનાર વ્યક્તિએ પાર્ટ ટાઈમ જોબ વિશે જણાવ્યું અને સારૂ રિટર્ન આપવાની લાલચ પણ આપી.
કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે તેમાં યુઝર્સને ક્રિપ્ટોકરન્સીમાં ડીલ થશે. આ જોબમાં વ્યક્તિને જણાવવામાં આવ્યું કે ટ્રેડિંગ માટે રૂપિયા પણ ઈનવેસ્ટ કરવાના રહેશે. વિક્ટિમને જણાવ્યું કે યુઝર્સને સેલેરી એક ડિજિટલ વોલેટમાં મળશે જે પહેલાથી જનરેટ હતું. આ સેલેરી ક્રિપ્ટોકરન્સીમાં મળશે જેને વેચીને રૂપિયા કમાઈ શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા રિટર્નની લાલચમાં પીડિતે અલગ અલગ પાર્ટમાં લગભગ 90,36,284 રૂપિયાનું ઈનવેસ્ટમેન્ટ કરી નાખ્યું. પીડિતે જણાવ્યું કે તેણે આ અમાઉન્ટ્સ કુલ 8 બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી છે. એક વખત રકમ મળ્યા બાદ વોલેટને બંધ કરી નાખ્યું, સાથે જ બધા કોન્ટેક્ટ્સ પણ બંધ કરી નાખ્યા હતા.
ત્યાર બાદ વ્યક્તિને સમજ આવ્યું કે તે સાઈબર ફ્રોડનો શિકાર થઈ ગયો છે. તેના બાદ તેને સાઈબર ફ્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો અને કમ્પ્લેન્ટ નોંધાવી.