ગાંધીનગરના અડાલજ ઘરડાઘર શાંતિ નિકેતનની સામે છ દિવસ અગાઉ બાઈકની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ મહિલાનું અમદાવાદ શહેર સિવિલિમાં બેભાન અવસ્થામાં સારવાર દરમ્યાન મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના અડાલજ રત્ન વાટિકા જૈન દેરાસરનાં કેમ્પસમાં રહેતાં આનંદ ઓઘડભાઈ ટોલીયા (ભરવાડ) છેલ્લા દસ વર્ષથી અમુલ ફેડ ભાટ ગામ ખાતે લેબમાં વર્કર તરીકે નોકરી કરે છે. જ્યારે તેના પિતા રત્ન વાટીકામાં જૈન દેરાસર ખાતે ચોકીદારનુ કામ કરે છે. ગત તા. 27 મી નવેમ્બરનાં રોજ આનંદ ઘરે હાજર ઘરે હતો. એ વખતે તેની માતા પરમાબેન અડાલજ ગામમાં શાકભાજી લેવા અને દૂધ ભરાવવા જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. જેની થોડીવાર વાર પછી પાડોશમાં રહેતા તારાબેને આનંદને જાણ કરેલી કરેલ કે, પરમાબેન અડાલજ ઘરડાઘર શાંતી નિકેતનની સામે અકસ્માત થયેલ છે. જેથી આનંદ અને તેનો મોટો ભાઈ અકસ્માત સ્થળે દોડી ગયા હતા. જ્યાં તેની માતા બેભાન અવસ્થામાં પડ્યા હતા. એક બાઈક ચાલક ત્યાં ઊભો હતો. જેને કહેલું કે બેન રોડ ક્રોસ કરી રહ્યા હતા. એ વખતે મારા બાઈક સાથે અકસ્માત થયો છે. તમે તેઓને સારવાર અર્થે લઈ જાઓ હું તમારી પાછળ આવુ છું. બાદમાં બાઈકનો ફોટો પાડી આનંદે તેની માતાને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. એ વખતે આનંદે ફરિયાદ કરી ન હતી.
સિવિલમાં ફરજ પરના તબીબે પરમાબેનને પ્રાથમિક સારવાર આપી ઘનિષ્ઠ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કર્યા હતા. જ્યાં ગઈકાલે રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં બેભાન અવસ્થામાં જ પરમાબેનનું મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.