ગાંધીનગરમાં હાઈબ્રીડ ગાંજા સાથે 2 યુવક પકડાયા છે. જેમાં 2 યુવક હાઈબ્રીડ ગાંજાની ડિલિવરી કરતા હતા ત્યારે પકડાયા છે. પાર્થ અને કુલદીપ પરમાર પાસેથી 36 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.તેમજ બન્ને યુવકો નશાના બંધાણી છે તથા ગાંજાનું વેચાણ કરતા હતા.
બન્ને શખ્સો ગાંધીનગરના રહેવાસી હોવાનું ખૂલ્યું છે. ગાંધીનગર SOGએ NDPSનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બે યુવકો હાઈબ્રીડ ગાંજાની ડિલિવરી કરતા પકડાયા છે. પાર્થ અને કુલદીપ પરમાર પાસેથી 36 ગ્રામ કુલ 54 હજારની કિંમતનો ગાંજો પકડાયો છે. SOGની ટીમે ગાંધીનગર મહાત્મા મંદિર નજીક આવેલ સુવિધા કેન્દ્ર પાસેથી એક્ટિવા પરથી યુવકો પકડ્યા છે.
બન્ને યુવકો નશાના ટેવવાળા છે અને ગાંજાનું વેચાણ કરે છે. બન્ને આરોપી ગાંધીનગરમાં રહે છે. ગાંધીનગર SOGએ NDPSનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અગાઉ અમદાવાદ રૂલર પોલીસે ઉજાલા ચોકડી પાસેતી 375 ગ્રામ હાઈબ્રિડ ગાંજા સાથે નબીરાને ઝડપી પાડ્યા હતા. આરોપી અર્ચિત અગ્રવાલ વિદેશથી હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવતો હતો અને પેડલરો રાખી ગાંજો વેચતો હતો. એટલું જ નહીં ગાંજાનું સેવન કરતી પ્રતિક્રિયા આપતો બ્લોગ લખી યુવાધનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો.
આરોપી અર્ચિત અગ્રવાલ બોપલ વિસ્તારમાં લક્ઝયુરિયસ કાર સાથે ફોટો પાડી સોશિયલ મીડિયા પોસ્ટ કરી સીનસપાટા મારતો હતો. આરોપીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં કોઇ કલ્બ જેવા ફાર્મહાઉસ નજર પડે છે. તેમાં અર્ચિત અગ્રવાલ તેના મિત્રો સાથે જોવા મળે છે. જેમાં બાતમીના આધારે આરોપી અર્ચિત અગ્રવાલને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.