ઇમ્ફાલ – મણીપુરમાં મી મહિનાથી શરૂ થયેલી હિંસા જાણે હજી પણ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ફરી એક વખત મણિપુરથી હિંસા ના સમાચાર સામે અવ્યક છે જેમાં 14 લોકોના મોત થાય હોવાની જાણકારી આપવામાં આવી રહી છે.
મળતી વિગત પ્રમાણે મણિપુરમાં ફરી એકવાર હિંસાનો નવો કેસ સામે આવ્યો છે રાજ્યના તેંગાનુપાલ જિલ્લામાંથી આ હિંસાના સમાચાર મળી રહ્યા છે, આ જિલ્લામાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારમાં 14 લોકોના મોત થયા છે.
આ મામલે અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બપોરે લીથુ ગામમાં બની હતી.કહવામાં આવ્યું છે કે “મ્યાંમાર જઈ રહેલા આતંકવાદીઓ પર વિસ્તારના પ્રભાવશાળી બળવાખોરોના અન્ય જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સ્થળ પર પહોંચેલા સુરક્ષાદળોને 14 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેમની ઓળખ થઈ નથી.
એટલું જ નહીં, ઉલ્લેખનીય છે કે અગાઉની હિંસાને જોતાં ગત રવિવારે જ રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પરનો પ્રતિબંધ સાત મહિના બાદ હટાવી લેવામાં આવ્યો હતો.જો કે, કેટલાક જિલ્લાના સરહદી વિસ્તારોમાં હજુ પણ પ્રતિબંધો ચાલુ છે.
આ સાથે જ 23 સપ્ટેમ્બરના રોજ થોડા સમય માટે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ 26 સપ્ટેમ્બરે તેને ફરી શરૂ કરવામાં આવ્યો હતો જેથી નફરતભર્યા ભાષણો અને વીડિયો વાયરલ ન થઈ શકે.જો કે ત્યાર બાદ પણ રાજ્યમાં અનેક હિંસાની ઘટનાઓ સામે આવી હતી .