મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીજેપીની પ્રચંડ જીત બાદ દેશના શેર બજારે આશા પ્રમાણે છલાંગ મારી છે. શરૂઆતના વ્યાપારમાં સેન્સેક્સે 1000 પોઈન્ટથી વધારેની છલાંગ લગાઈ છે. આ વિધાનસભા ચુંટણીને 2024ની સામાન્ય ચુંટણીની સેમીફાઈનલ માનવામાં આવી રહી હતી.
તેમાં બીજેપીએ ખૂબ મોટા માર્જિનથી જીત મેળવી છે. આખરે તે 5 કારણ કયા છે જેના કારણે માર્કેટ અને ઈકોનોમીને પણ બીજેપીની સરકાર પસંદ આવી રહી છે.
જ્યારે પણ કોઈ દેશમાં માર્કેટ મેચ્યોર થાય છે તો તેની એક સૌથી મોટી ડિમાન્ડ સ્થિર સરકારની હોય છે. 2014માં બીજેપીએ કેન્દ્રમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી છે. ત્યાં જ મોટાભાગના રાજ્યોમાં પણ બીજેપીની પૂર્ણ બહુમત સરકાર છે. જ્યાં ગઠબંધન છે ત્યાં બીજેપીને બિગ બ્રદર સિંડ્રોમનો ફાયદો મળે છે. આ કારણે માર્કેટ બીજેપીની સરકારને લઈને પોઝિટિવ રિસ્પોન્સ બતાની રહ્યું છે કારણ કે સ્થિર સરકારના કારણે ઈકોનોમી માટે મોટા નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
બીજેપીની સરકારે સૌથી વધારે ફોકસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કર્યું છે. સરકારે બજેટમાં કેપિટલ એક્સપેંડિચર માટે 10.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ કારણે ઈકોનોમીમાં કેશ ફ્લો વધારવાની સાથે સાથે તેનો એક્સપેંશન પણ થયો છે. ત્યાં જ લોજિસ્ટિક કોસ્ટ ઓછી હોવાનો ફાયદો ઈન્ડસ્ટ્રીને મળ્યો છે. માટે ઈકોનોમી બીજેપીની સરકારને લઈને પોઝિટિવ છે.
બીજેપીની સરકારના કાર્યકાળમાં મેક ઈન ઈન્ડિયાથી લઈને પીએલઆઈ સ્કીમ પણ આવી છે. તેનાથી ભારતમાં બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીના ઘણા નવા સેક્ટર્સમાં પ્રસાર થયો છે. મોબાઈલ મેન્યૂફેક્ચરિંગમાં ભારતે મોટી ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. હવે દેશમાં વેચાતા 100% ફોન Made In India છે. તેનાથી પણ ઈકોનોમીને બીજેપી સરકાર રાસ આવી રહી છે.
બીજેપી સરકારે ડિજિટલ ઈન્ડિયા પર ખૂબ ફોકસ કર્યું છે. તેનાથી સરકારનું કામ સરળ કરવામાં આવ્યું છે. ઈકોનોમીમાં લીકેજને રોક્યું છે સરકારે બજેટનો ભાગ હવે લક્ષિત વર્ગ સુધી પહોંચી રહ્યો છે. ત્યાં જ કંપની અને ઈન્ડસ્ટ્રી માટે કમ્પ્લાયન્સનો બોજો પણ ઓછો થયો છે. આ કારણે બીજેપી સરકારને લઈને ઈકોનોમી પોઝિટિવ છે.
બીજેપી સરકારના સમયમાં દેશના મોટાભાગના ઈકોનોમિક ઈન્ડિકેટર પોઝિટિવ રહ્યા છે. જો કેન્દ્ર સરકારના 10 વર્ષના કાર્યકાળને જોવામાં આવે તો મોંઘવારી દર પણ ડબલ ડિજિટમાં નથી ગયો. જીડીપી ગ્રોથ રેટ સરેરાશ 5 ટકાથી વધારે રહ્યો છે. જે દુનિયાના ઘણા દેશોમાં વધારે છે. ત્યાં જ સરકારની રાજકોષીય ખાધ પણ મોટાભાગના સમયમાં નિયંત્રણમાં રહી છે. તેમાં માર્કેટ અને ઈકોનોમીને એક બીજેપી સરકારના પ્રતિ પોઝિટિવ સેન્સ આપ્યો છે.