સિરપકાંડમાં આરોપીનું 70 લાખનું લોન કૌભાંડ બહાર આવ્યું

Spread the love

સિરપકાંડ મુદ્દે મોટી કાર્યવાહી સામે આવી છે. યોગેશ સિંધીની ફેક્ટરી સીલ કરાઈ છે. યોગી ફાર્મામાં મશીનરી સહિતની વસ્તુ સીલ કરાઇ છે. બેવરજી, મસાલા ટ્રેડિંગ અને યોગી ફાર્માનું લાયસન્સ હતું. એક જ પ્રિમાઈસિસમાં ત્રણ લાયસન્સ હતા. જ્યારે વર્ષ 2021થી ફેક્ટરી ધમધમી રહી હતી. ફેક્ટરીમાંથી શંકાસ્પદ ખાલી સેનેટાઈઝરની બોટલોનો જથ્થો મળી આવ્યો છે.

બીજી બાજુ, ખેડા સિરપકાંડના મુખ્ય આરોપી અંગે મોટો ખુલાસો થયો છે. વડોદરામાં આરોપીનું 70 લાખનું લોન કૌભાંડ બહાર આવ્યું છે. આરોપી નીતિન અને પરિવારજનોનું લાખોનું લોન કૌભાંડ બહાર આવ્યું છે. કેન્દ્ર સરકારની મુદ્રા લોન અંતર્ગત મેળવેલી લોન વ્યાજ સાથે 70થી 80 લાખ રૂપિયા થઈ છે. દેના બેંકમાંથી બેન્ક કર્મચારીઓના સાંઠગાંઠથી લોન મેળવી હતી. બેંક ઓફ બરોડાએ લોન વસુલાત માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આરોપી નીતિને જય શક્તિ સુપર સ્ટોરના નામે અને ભાવેશ સેવકાનીએ ભાવેશ ટ્રેડર્સના નામે લોન લીધી હતી.

ખેડા સિરપ કાંડ મામલે DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. વડોદરાના આરોપી નીતિન અને ભાવેશને વડોદરા પોલીસે ઝડપી પાડયા છે. ખેડામાં આયુર્વેદિક સિરપના નામે કેફી પીણું પીવાથી 6 લોકોના મોત થયા હતા. ક્રાઈમ બ્રાન્ચ, PCB અને SOGની ટીમને આરોપીઓ મહારાષ્ટ્રમાં હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. નીતિન આજે સવારે વકીલને મળવા આવતા તરસાલી જામ્બુવા રોડથી ઝડપાયો હતો. જ્યારે આરોપી ભાવેશ વડોદરા એરપોર્ટ પરથી ઝડપાયો હતો. આ બંને આરોપીઓ ખેડા અને રાજકોટ ગુનામાં બંને આરોપીઓ વોન્ટેડ હતા.

નોંધનીય છે કે, ખેડા સિરપ કાંડમાં વધુ એક મોત થતા મૃત્યુ આંક 6 પર પહોંચ્યો છે. ગઇકાલે મહેમદાવાદના સોજાલી ગામના 22 વર્ષના વિપુલ સોઢાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વિપુલ સોઢાએ સીરપ પીતા તેને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મૃતક વિપુલ સોઢા અમદાવાદમાં નોકરી કરતો હતો. પોતાના પરિવારમાં પત્ની અને 6 મહિનાનું બાળક પણ છે. બિલોદરા માતાજીના માંડવીમાં ગયો હતો જ્યાં સીરપ પીતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com