આવતી કાલે ૧૨ વાગે મેયર પોતાના નિવાસ સ્થાને પશુપાલકોની સમસ્યા સાભળવા હાજર રહે નહીતર આગમી કાર્યક્રમ માટે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જઈશુ
અમદાવાદ
પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યુ કે પશુપાલકો પોતાની સમસ્યા અંગે આવતી કાલે શાહીબાગ મેયર નિવાસે હજારો પશુપાલકો ઘેરાવ કરવા પહોંચશે. પશુપાલકોની માંગણી છે કે બીજા વેપારી વર્ગ ની જેમા અમોને પણ અમારા કબજા ભોગવટાની ટેક્ષ બીલ લાઈટ બીલ વાળી મિલકતની અંદર પશુ રાખવાનુ લાયસન્સ આપવુ જોઈએ.
રોડ રસ્તા ઉપર રખડતા પશુ અ.મ્યુ.કો.એ ડબ્બામાં પુરવા જોઈએ જેથી નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ ન બને સાથે સાથે અમારા અ.મ્યુ.કો.માં ભરેલા કરોડો રૂપિયા રસીદો ના આધારે પરત આપવા જોઈએ નહીતર અમારૂ પશુ રજીસ્ટ્રેશન માન્ય રાખવુ જોઈએ.જેવી વિવિધ માગણીઓ લઈને મેયરને ઘેરાવ કરવામાં આવશે.ગત ર૮ મી તારીખ હજારો પશુપાલકો મેચર ઓફીસ એ રજુઆત કરવા ગયા હતા ત્યારે મેર મળ્યા ન હતા પરંતુ અમો આશા રાખીએ છીએ કે આવતી કાલે ૧૨ વાગે મેયર પોતાના નિવાસ સ્થાને પશુપાલકોની સમસ્યા સાભળવા હાજર રહે નહીતર આગમી કાર્યક્રમ માટે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જઈશુ.