ગુજરાત વેટરન્સ ક્રિકેટ એસોસિયેશનના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી જગત પટેલ દ્વારા ટોસ ઉછાળવામાં આવ્યો હતો
સલિલ યાદવે 24 રન બનાવી ત્રણ વિકેટ લેતા ગુજરાત વેટરન્સ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અશોક જોષી દ્વારા સલીલ યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો
અમદાવાદ
આજે ગુજરાત વેટરન ક્રિકેટ એસોસિએશન આંતર જિલ્લા ટુર્નામેન્ટ 2023 ગ્રૂપ-એ ગ્રાઉન્ડમાં ગાંધીનગર સ્પોર્ટ્સ એકેડમી સેક્ટર-8 ખાતે આજે મેચ રમાઈ હતી.ગુજરાત વેટરન્સ ક્રિકેટ એસોસિયેશનના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી જગત પટેલ દ્વારા ટોસ ઉછાળ્યા બાદ ખેડા વેટરને ટોસ જીતી ફિલ્ડીંગ લીધી હતી.જેમાં વેટરન ક્રિકેટ એસોસિએશન ગાંધીનગરની ટીમે પ્રથમ બેટિંગ દરમિયાન વિશ્વમાં 111 રન બનાવી આઠ વિકેટ ગુમાવી હતી. તેના જવાબમાં ખેડા વેટરન 74 રન બનાવી ઓલ આઉટ થઈ ગયું હતું આમ ગાંધીનગર વેટરન ટીમે 37 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો.વેટરન ક્રિકેટ એસોસિએશન ગાંધીનગરે વિસ ઓવરમાં 111 રન બનાવી આઠ વિકેટ ગુમાવી હતી. જેમાં સબીત યાવ (VCAG)-24 નોટ આઉટ,વીરભદ્રસિંહ અટોદરિયા (VCAG)-21,રિકેન રાવ-2 વિકેટ,કૌસર મોમીન- 2 વિકેટ,સિકંદર ખાન- 3 વિકેટ લીધી હતી. જ્યારે ખેડા જિલ્લા વેટરન ક્રિકેટ એસોસિએશને 15.5 ઓવરમાં 74 રન બનાવી 10 વિકેટ ગુમાવી હતી. આમ,વેટરન ક્રિકેટ એસોસિએશન ગાંધીનગરે 37 રનથી વિજય મેળવ્યો હતો. KDVCA તરફથી ઋષિ કાડીકર 2 વિકેટ,તુષાર સોલંકી 2 વિકેટ,સલિલ યાદવ (c) 3 વિકેટ,દિપક પુરબીયાએ 2 વિકેટ લીધી હતી. આમ VCAG 37 રનથી જીત્યું હતું. સલિલ યાદવે 24 રન બનાવી ત્રણ વિકેટ લીધી હતી . ગુજરાત વેટરન્સ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અશોક જોષી દ્વારા સલીલ યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સેક્રેટરી નયન પંચાલ પણ હાજર રહ્યા હતા.