મિતેષ સોલંકી,પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

લાંબી અને પ્રશંસનીય સેવાઓ બદલ DG Discના અધિકારીઓ તથા હોમ ગાર્ડઝ મેડલ અપાશે
10 અધિકારીઓને રજત તેમજ બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરાશે
વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત તેમજ સ્વચ્છતા અભિયાન અંગેના કાર્યક્રમો યોજાશે
અમદાવાદ
6 ડિસેમ્બર સંરક્ષણ દિનના રોજ હોમગાર્ડસ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન 2023ની રાજ્ય કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાશે.
સમગ્ર ભારતમાં આજે 61મો હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. આ અવસરે રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મૂર્મુ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંદેશો તેમજ હોમગાર્ડઝ અને અધિકારીશ્રીઓને શુભકામના આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સેરીમોનિયલ પરેડ તથા હોમગાર્ડસ અને નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવક સભ્યોને જાહેર થયેલ રાષ્ટ્રપતિ મેડલ વિતરણ, રાજ્ય કક્ષાના સ્પોર્ટ સમિટમાં 100, 200 તથા 400 મીટર દોડ, કબડ્ડી, વોલીબોલ, રસ્સી ખેંચ જેવી રમતોનું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 2623 સભ્યોએ ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં રમતવીરોને ટ્રોફી તથા લાંબી અને પ્રશંસનીય સેવાઓ બદલ DG Discના મેડલ હોમગાર્ડઝ દળ/ નાગરિક સંરક્ષણ તંત્રના માનદ્ અધિકારી શ્રી/ સભ્યો એનાયત કરાશે. જેમાં કુલ 10 જેટલા અધિકારીશ્રીઓને રજત તથા બ્રોન્ઝ મેડલ અપાશે. જેમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી અસદ શેખને રજત મેડલ, હેડ ક્લાર્ક શ્રી રાજેન્દ્રકુમાર મકવાણાને બ્રોન્ઝ મેડલ, આસિસ્ટન્ટ સેક્સન લીડર શ્રી નરેન્દ્રભાઈ મકવાણાને બ્રોન્ઝ મેડલ, હોમગાર્ડ શ્રી મનોજભાઈ વાઘેલાને બ્રોન્ઝ મેડલ, હોમગાર્ડ શ્રી અબ્દુલ કાદર મલેકને બ્રોન્ઝ મેડલ, હોમગાર્ડ શ્રી રાજુ જાનીને બ્રોન્ઝ મેડલ, ચીફ વોર્ડન શ્રી હર્ષદકુમાર નાયકને બ્રોન્ઝ મેડલ, ડિવિઝનલ ડૉ. પ્રણવ જોષીને બ્રોન્ઝ મેડલ, વોર્ડન શ્રી ઋત્વિક જોષીને બ્રોન્ઝ મેડલ, ચીફ વોર્ડન શ્રી નિતીન ત્રિવેદીને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરાશે.આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા સ્વચ્છતા અભિયાનની પણ ઉજવણી કરવામાં આવશે તેમજ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર – 1 પર સવારે 8:00 વાગ્યાથી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોવિઝનલ બોમ્બે સ્ટેટમાં 6 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ હોમગાર્ડ યુનિટની શરૂઆત કરવામાં આવેલ હતી, 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે માત્ર 5000 સંખ્યા બળ ધરાવતા હતા. હાલમાં કુલ 45,640 જેટલા માનદ્ હોમગાર્ડ સભ્યો સેવા આપી રહ્યા છે.