સમાજ કલ્યાણ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનુસૂચિત જાતિના વિધાર્થીઓ સાથે થતાં અન્યાયને લઈને વિધાર્થીઓના પ્રશ્નો માટે લડત લડવામાં આવશે
અમદાવાદ
અનુસૂચિત જાતિ વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ અમદાવાદે સામાજિક ન્યાય અને અધિકારીતા કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયાને પત્ર લખી માંગ કરી છે કે છેલ્લા કેટલા સમયથી અલગ અરજદારો/વિધાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે અનુસૂચિત જાતિના વિધાર્થીને આવક મર્યાદા જે પૂર્વ કેબીનેટ મંત્રી પ્રદીપ પરમાર દ્વારા રૂ. 2,50,000/- થી વધારીને રૂ. 06,00,000/- કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેનો હજી સુધી અમલ કરવામાં આવ્યો નથી જે તાત્કાલિક ધોરણે હાલમાં જે શિષ્યવૃત્તિની અરજી સ્વીકારવાનું ચાલુ છે તેમાં લાગુ કરવામાં આવે જેથી કરને ગરીબ અને ઓછી આવક વાળા વિધાર્થીઓ છે તે આવક મર્યાદા જે સરકાર દ્વારા વધારવામાં આવી છે તેનો લાભ લઈ શકે. સરકાર દ્વારા વિધાર્થીઓને જે સ્કોલરશીપ ફાળવવામાં આવે છે તે સમયસર ફાળવવામાં આવતી ન હોવાથી વિધાર્થીઓને પ્રાઇવેટ કોલેજ દ્વારા તેમના છેલ્લા વર્ષની માર્કશીટ આપવામાં આવતી નથી જેના કારણે અગાઉના ઉચ્ચ અભ્યાસ અર્થે તેમને અન્ય જગ્યાએ પ્રવેશ મેળવવાનો હોય તે પ્રવેશથી વંચિત રહે છે તો વિધાર્થીઓને સમયસર સ્કોલરશીપ ફાળવવામાં આવે. જે પ્રાઇવેટ કોલેજો કે યુનિવર્સિટીઓ ફ્રીશિપ કાર્ડ નથી ચલાવતી કે ફ્રીશિપ કાર્ડના આધારે વિધાર્થીઓએ પ્રવેશ નથી ફાળવતી તો તમામ યુનિવર્સિટીઓને તથા પ્રાઇવેટ કોલેજોને તાત્કાલિક પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવે. તેમજ સમાજ કલ્યાણ દ્વારા તમામ કોલેજોને પરિપત્ર કરવામાં આવે કે જે વિધાર્થીઓ ફ્રીશિપ કાર્ડના આધારે પ્રવેશ મેળવે છે તો તેને ફી માટે હેરાન કરવામાં ના આવે કેમ કે વિધાર્થી ફી ત્યારે ભરી શકશે જ્યારે સમાજ કલ્યાણમાંથી તે વિધાર્થીના ખાતામાં ફીની રકમ જમા કરવામાં આવશે. હાલમાં પણ અમોને વિધાર્થીઓ દ્વારા જાણ કરવામાં આવે છે કે DBT ની જે પ્રક્રિયા છે તે બાકી રહી ગયેલ હોય ગત વર્ષના ઘણા વિધાર્થીઓને ફોર્મ ભરવાના બાકી રહી ગયેલ છે તો ગત વર્ષનું પોર્ટલ અમુક સમય માટે ફરીથી ચાલુ કરવા વિનંતી.જો સમાજ કલ્યાણ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અનુસૂચિત જાતિના વિધાર્થીઓ સાથે થતાં અન્યાયને લઈને વિધાર્થીઓના પ્રશ્નો માટે લડત લડવામાં આવશે.