બે કાર્યક્રમો અંતર્ગત 98 લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપવામાં આવ્યો તથા 138 લાભાર્થીઓને આધાર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા
107 લાભાર્થીઓને પીએમ સ્વનિધિ, 78 લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજના, 40 લાભાર્થીઓને પીએમ આવાસ યોજના(અર્બન)ના લાભો વિતરણ કરાયા
અમદાવાદ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 06 ડિસેમ્બરે બાપુનગર વોર્ડ ખાતે બે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સવારે બાપુનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે અને બપોર બાદ નગર સેવા કાર્યાલય, બાપુનગર ખાતે કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમોમાં લગભગ 2000 જેટલા નગરજનોએ ભાગ લીધો હતો. બે કાર્યક્રમો અંતર્ગત 98 લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો લાભ આપવામાં આવ્યો હતો તથા 138 લાભાર્થીઓને આધાર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ 107 લાભાર્થીઓને પીએમ સ્વનિધિ, 78 લાભાર્થીઓને પીએમ ઉજ્જવલા યોજના, 40 લાભાર્થીઓને પીએમ આવાસ યોજનાના, 35 લાભાર્થીઓને સ્વચ્છ ભારત અભિયાન(અર્બન) અંતર્ગત લાભો વિતરણ કરાયા હતા તથા યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા પોતે મેળવેલ યોજનાઓના લાભ વિશેના તેમના અનુભવો ‘મેરી કહાની, મેરી જુબાની’ દ્વારા જણાવવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આરોગ્ય મેળામાં 778 જેટલા લાભાર્થીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.બાપુનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતેના કાર્યક્રમમાં માન. લીગલ કમિટીના ચેરમેનશ્રી પ્રકાશભાઈ ગુર્જર, કાઉન્સીલરશ્રીઓ સહિત માન. ડે.મ્યુનિ. કમિશનરશ્રી (ઉત્તર ઝોન) તેમજ અ.મ્યુ.કો.ના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.