સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતીઓ વારંવાર પરીક્ષા રદ થતાં સમય-શક્તિના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે : ડૉ. મનિષ દોશી

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિનો ભોગ ગુજરાતના મહેનતકશ યુવક-યુવતીઓ બની રહ્યાં છે

સરકારના વિવિધ વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકાર

અમદાવાદ

સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતીઓ વારંવાર પરીક્ષા રદ થતાં સમય-શક્તિ ના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે ગુજરાતના મહેનતકશ યુવક-યુવતીઓ. ભાજપ સરકારની અટકાવવું, લટકાવવું અને ભટકાવવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગની (GPSC) પ્રાથમીક પરીક્ષાઓ યેનકેન પ્રકારે વારંવાર રદ કરી રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૨૩ દરમ્યાન પ્રસિધ્ધ થનાર જાહેરાતો માંથી મોટાભાગની પ્રાથમીક પરીક્ષાઓ કેલેન્ડર પ્રમાણે યોજાઈ રહી નથી. તૈયારી કરતા હજારો મહેનતુ ગુજરાતના યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ભાજપા સરકાર રમત રમી રહી છે. જીપીએસસીની પરીક્ષાઓની પહેલા જાહેરાત પછી બે વર્ષ સુધી પરીક્ષાઓ ન યોજવા પાછળ કોઈ કારણ જણાવાતું નથી. છેલ્લા છ મહિનાથી દર મહિને પ્રાથમીક પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે. છેલ્લા ૬ મહિનામાં જી.પી.એસ.સી. દ્વારા ૨૦ જેટલી પરીક્ષાઓ ‘વહીવટી’ કારણો આગળ ધરીને પરીક્ષા મોકૂફ કરવાનો ખેલ ચાલી રહ્યો છે. સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતી હેરાન પરેશાન થઈ રહ્યાં છે. અનેક વિભાગોમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી.સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો હોય બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકારના બેવડા ધોરણ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જાહેર જનતા જ્યાં સીધાં સંપર્કમાં આવે છે તેવા વિભાગોમાં 50 ટકા થી વધુ જગ્યાઓ ખાલી છે. રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના મુખ્ય ઓપરેશન પરના અધિકારીઓ સાત વર્ષથી નિવૃત્તી પછી સત્તા ભોગવી રહ્યાં છે. સરદાર સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટમાં 45 ટકા કરતાં વધારે જગ્યા ખાલી છે. ગુજરાતમાં 4,69,133 કાયમી કર્મચારીનું મહેકમ છે. સરકાર જે કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી 10 વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારી વિનાના ખાલી થઈ જશે. શિક્ષણ વિભાગમાં 32000 શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-3 અને 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભાગમાં ૬ હજાર થી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

‘વાંચે ગુજરાત’ની જાહેરાત કરતી ભાજપ સરકારે 15 વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો / અધ્યાપકોની 15 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ? તલાટી ભરતી માટે 15 – 15 લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં 4.5 થી 5 લાખ જગ્યા લાંબા સમયથી ખાલી છે. અબજો રૂપિયાના રોકાણ, કરોડો રોજગારીના દાવા સાથે યોજાતી વાઇબ્રન્ટ સમિટના નામે ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી રહી છે. છેતરપીંડી કરી રહી છે. છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના શાસન દરમ્યાન ગુજરાતની એક આખી નવી પેઢી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com