પાટીદાર અને કોંગ્રેસ નેતા મનહર પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓને એક પત્ર લખ્યો છે. જેમાં સમાજના યુવાનોમાં ગુનાહિત માસિકતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ડૂપ્લિકેટ અધિકારીઓના કેસમાં પકડાયેલા આરોપીઓમાં 50 ટકા પાટીદાર યુવાનો હોવાનો પણ મનહર પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
મનહર પટેલે પત્ર લખી અગ્રણીઓને જણાવ્યું કે, પાટીદાર સમાજના યુવાનો ટૂંકા રસ્તા પર આગળ વધે તે ગંભીર વિષય છે. નકલી દવા, નકલી બિયરણ, નકલી હીરા, નકલી ઘીના કેસોમાં પાટીદાર યુવાનો જોવા મળ્યા છે. વધુમાં કહ્યું કે, પાટીદાર આગેવાન તરીકે મે સમજના આગેવાનોને પત્ર વ્યક્ત કર્યો છે. ગુનાહિત માનસિકતા, ટૂંકા રસ્તાની માનસિકતા યુવાનોમાં પ્રવેશી રહી છે. ભૂતકાળમાં આવા ગુના પાટીદાર સમાજમાં બનતા જ ન હતા.
ખુલ્લો પત્ર
ખોડલધામ / ઉમિયાધામ/ સરદારધામ/ અન્નપૂર્ણાધામ સંચાલકો તથા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ.
આ ગંભીર ચિંતાનો વિષય છે તેને હળવાશમા લેવાને બદલે ચિંતન કરવામાં આવે અને તંદુરસ્ત સમાજની ગતિ-પ્રગતિ માટે લાંબી રણનિતી ઘડવામા આવે તેવી આશા..@khodaldham @vishvumiya @sardardham_ pic.twitter.com/3wtgIpbAnq— Manhar Patel (@inc_manharpatel) December 7, 2023
તેમણે કહ્યું કે, માયાળુ, પ્રતિષ્ઠાવાન, સેવાભાવી, મહેનતુ પાટીદાર સમાજ છે. ચિંતા વ્યક્ત કરતા મે સમાજના તમામ મોભીઓને પત્ર લખ્યા છે. પાટીદાર સમાજે બંધન બનાવવુ પડશે. પાટીદાર સમાજ એક બંધારણ બનાવે અને તમામ બંધારણને અનુસરીને સમાજમાં રહીએ