ગાંધીનગર મહાનગર પાલિકાને વિશેષ દરજ્જો આપી નાગરિકોને સીધા કરવેરામાંથી મુક્તિ આપો : શહેર વસાહત મહાસંઘ

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષ 2024 – 25 બજેટ અંદાજપત્રમાં શહેરનાં વિકાસ સંદર્ભે પ્રજાજનો પાસે સૂચનો માંગવામાં આવ્યા છે. જે અન્વયે શહેર વસાહત મહાસંઘ દ્વારા ગાધીનગર મહાનગર પાલિકાને વિશેષ દરજ્જો આપી નાગરિકોને સીધા કરવેરામાંથી મુક્તિ અપાવવા ઉપરાંત દર્દીને અમદાવાદ ટ્રાન્ફર કરવાની જગ્યાએ અહીંની જ સિવિલ હોસ્પિટલમાં તમામ આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિતના મહત્વના સૂચનો પ્રજાના હિતમાં કમિશ્નરને લેખિતમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ અંગે શહેર વસાહત મહાસંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલા કહ્યું હતું કે, ગાધીનગર ગુજરાતની રાજધાની છે અને નગરનો સ્વાયત્ત દરજ્જો મહાનગર પાલિકાનુ કાયૅક્ષેત્ર રાજ્યના કેપીટલ સીટી તરીકે હોવાથી ગાધીનગર મહાનગર પાલિકાને વિશેષ દરજ્જો આપવામાં આવે. ભારત સરકાર તરફથી વિકાસ અંગેની યોજનાકીય ગ્રાન્ટ ફાળવી સ્થાયી સમિતિ દ્વારા તેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરીને તે અંગેની જરૂરી દરખાસ્ત રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજુ કરવામાં આવે. આથી નાગરિકોને સીધા કરવેરામાં રાહત આપી શકાય એમ છે.

ગાધીનગર શહેરમાં નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ માટે ચાર અબૅન હેલ્થ સેન્ટર આવેલા છે. તેમાંથી એક હેલ્થ સેન્ટર 24 કલાક રાતદિવસ ચાલુ કરવામાં આવે તો શહેરની સિવિલ હોસ્પિટલનો ઈમરજન્સી કાયૅભાર ઓછો થાય અને નાગરિકોને ઝડપી સારવાર મળી રહે. ગાધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ અધતન સારવાર મળી રહે તે માટે અધતન સાધનો અનુભવી સ્ટાફ કમૅચારીઓની ભરતી કરવામાં આવેતો ઈમરજન્સી સારવાર માટે અમદાવાદ કે અન્ય જગ્યાએ દર્દીને ટ્રાન્ફર કરવાની ફરજ પડે નહીં અને સમયસર સારવાર મળવાથી દરદીનો જીવ બચી જશે.

વધુમાં રાજય સરકાર દ્વારા શહેરમાં બે લાયબ્રેરી ચાલે છે તેવી રીતે મહાનગર પાલિકા સંચાલિત નવ વિકસિત વિસ્તારમાં સેકટરોમા એક અધતન લાયબ્રેરી બનાવવામાં આવે તો સિનિયર સિટીઝનો તેમજ વિધાર્થીઓ વાંચન કરી ઉપયોગ કરી શકે. શહેરમાં નવ વિકસિત સેકટરોમા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અંગ્રેજી તથા રંગમંચ લગ્નવાડી આંગણવાડી વગેરે બનાવવા જોઈએ. તદુપરાંત શહેરને દબાણ મુક્ત કરવા અનેક પ્રકારના દબાણોથી મુક્ત કરવું અનિવાર્ય છે. આવા દબાણોને કારણે શહેરના નાગરિકોને વાહન વ્યવહાર તથા અવરજવર કરવામાં ધણો અવરોધ થાય છે.

સરકાર દ્વારા શહેરમાં નાગરિકોને ચાલવા માટે કરોડો રૂપિયા ખર્ચીને તૈયાર કરેલી ફુટપાથ નાના મોટા ધંધા રોજગાર તથા ઝુંપડપટ્ટી બનાવી રોકી દેવામાં આવ્યા છે. અને શહેરમાં ગંદકી ફેલાવવામાં આવે છે. આ માટે અલગ કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને પોલીસતંત્રની મદદથી ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

ખાસ કરીને શહેરમાં પ્રદુષણ ફેલાવતા વાહનો પર ધ્યાન રાખવામાં આવે શહેરમાં ઠેર ઠેર ચાલતી નાની મોટી વ્યવસાયિક રેંકડીઓ પર નિયંત્રણ જરૂરી છે. સેકટરદીઠ જનસુવિધાઓ સુધારવી નગરના પ્રારંભથી નિવાસીજનો માટે સેકટરોમા મળતી સુવિધાઓ જેવી કે આરોગ્ય કેન્દ્ર, શોપીંગ સેન્ટર, પુછપરછ કચેરી પોલીસ સહાય કેન્દ્ર, બાગબગીચા, પોસ્ટ ઓફિસ સેકટરોને ફરતે દિવાલો વિગેરે સુવિધાઓ પૂરી પાડવામાં આવે. અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટ યોજના મહાનગર પાલિકાની હદ સુધી લંબાવવી તેમજ કોમર્શિયલ એકમો આગળ જાહેર રોડ રસ્તા પર આડેધડ થતાં વાહન પાર્કિંગની સમસ્યાથી પણ મુક્તિ અપાવવા આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com