*એ.સી.બી. સફળ ટ્રેપ*
*ફરીયાદીઃ* – એક જાગૃત નાગરીક
*આરોપી* : – મહિપતસિંહ તખ્તસિંહ બારડ , એ. એસ. આઈ. , એલિસબ્રીજ પોલીસ સ્ટેશન , અમદાવાદ શહેર.
*ગુન્હો બન્યા તા-* ૦૭/૧૨/૨૦૨૩
*લાંચની માંગણીની રકમઃ-*
રૂ.૨૫,૦૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમઃ-*
રૂ.૨૫,૦૦૦/-
*રીકવર કરેલ રકમઃ-*
રૂ.૨૫,૦૦૦/-
*બનાવનુ સ્થળઃ* – ટેલોન હોમ એપ્લાંસિસ , ઉજાલા ચોકડી પાસે, સરખેજ બાવળા રોડ , સરખેજ , અમદાવાદ
*ટુંક વિગતઃ* – આ કામના ફરીયાદી શ્રી ને તેમના ભાગીદાર સાથે પૈસા ની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોય તેમના ભાગીદાર વિરુદ્ધમાં એલિસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી અને તે અરજીના કામે હાલ ના આરોપી એ બંને પક્ષો નું સમાધાન કરાવી ફરિયાદી ના ભાગીદાર પાસે થી બાકી લેવાના થતાં પૈસા ના બે ચેક અપાવેલ હતા આમ બંને પક્ષો ને સમાધાન કરાવી ફરિયાદી પાસેથી શરૂઆત માં ૨૦ % લેખે લાંચ ની રકમ ની માંગણી કરેલ હતી અને રકઝક ના અંતે ૨૫૦૦૦/- રૂપિયા આપવાનું નક્કી થયેલ હતું.
પરંતુ ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવા માં આવેલ , અને લાંચ ના છટકા દરમિયાન આરોપી લાંચ ની રકમ માંગી સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
*નોધઃ* -ઉપરોક્ત આરોપી ને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરેલ છે.
*ટ્રેપીંગ ઓફીસરઃ* –
શ્રી ડી બી મહેતા
પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ ૩ ( ઇન્ટ.)
અમદાવાદ.
*મદદ માં*
શ્રી એસ. એન. બારોટ,
પો. ઇન્સ.
એ. સી. બી. ફિલ્ડ ૩ (ઇન્ટ.)
અમદાવાદ
*સુપરવિઝન ઓફીસરઃ* –
શ્રી કે.બી.ચુડાસમા,
ઇન્ચાર્જ મદદનીશ નિયામક,
એ.સી.બી. ફિલ્ડ ૩ (ઇન્ટ.)
અમદાવાદ