GCCI દ્વારા રિપબ્લિક ઓફ કોરિયા થી આવેલા પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગનું આયોજન

Spread the love

 

આર્થિક વૃદ્ધિ, ઇનોવેશન અને વેપાર પર તેની અસરને ટાંકીને સહયોગ દ્વારા સહિયારી સમૃદ્ધિની સંભાવના વ્યક્ત કરતા જીસીસીઆઈ પ્રમુખ અજય પટેલ

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 8મી ડિસેમ્બર, 2023ના રોજ રિપબ્લિક ઓફ કોરિયાના વ્યાપાર-ઉદ્યોગ સાથે સંળાયેલ અગ્રગણ્ય પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. રિપબ્લિક ઓફ કોરિયા તેમજ ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગના અગ્રણીઓ સાથે નો આ વાર્તાલાપ ફળદાયી રહ્યો હતો અને તે થકી સંભવિત સહયોગ માટેનું વાતાવરણ ઉભું થયું હતું. આ મિટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અજય પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ, GCCI અજય પટેલે આંતરરાષ્ટ્રીય ભાગીદારીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. તેમણે આર્થિક વૃદ્ધિ, ઇનોવેશન અને વેપાર પર તેની અસરને ટાંકીને સહયોગ દ્વારા સહિયારી સમૃદ્ધિની સંભાવના વ્યક્ત કરી હતી.

સિનિયર ઉપપ્રમુખ, GCCI,  સંદીપ એન્જીનીયરે તેમના સંબોધનમાં પ્રતિનિધિમંડળની મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ભૂમિકા વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે GCCI સાત દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બેઠક કોરિયા અને ગુજરાત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તાલમેલ શોધવાની એક નોંધપાત્ર તક છે.

રિપબ્લિક ઓફ કોરિયાના અગ્રગણ્ય પ્રતિનિધિમંડળમાં નીચેના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહી હતી.

1. ડૉ. સેંગ તાઈ કિમ, નેશનલ એસેમ્બલી (કોરિયા રિપબ્લિક) ના 20મા સભ્ય તેમજ કોરિયા ફ્યુચર ફોરમના પ્રમુખ

2. શ્રી યોગ-ચાન કિમ, WooriByul (ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપની) ના ચેરમેન

3. શ્રી ડો-ક્યોંગ જેઓંગ, જનરલ મેનેજર, એસપી સિસ્ટમ્સ (ઔધોગિક રોબોટિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની)

4. શ્રી ડેન્ડી સી. સોંગ, કોરિયન શિપિંગ એસોસિએશનના અધ્યક્ષ, પાયોનિયર ગ્રુપ ઓફ કંપનીઝ (શિપિંગ અને લોજિસ્ટિકસ કંપનીઓ)ના સ્થાપક

5. શ્રી જુન યાંગ જંગ, ભૂતપૂર્વ અધ્યક્ષ, પોસ્કો

6. શ્રી તાઈયોગ લી, મેનેજિંગ ડિરેકટર, દોહવા ઇન્ડિયા પ્રા. લી. – દોહવા એન્જિનિયરિંગ કું. ના સ્થાનિક પ્રતિનિધિ, મીટિંગ દરમિયાન, સહભાગીઓ દ્વારા સંરક્ષણ ઉત્પાદન, ઔદ્યોગિક રોબોટિકસ, સ્ટીલ ઉદ્યોગ, શિપિગ, લોજિસ્ટિકસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિગ સહિત સહયોગના સંભવિત ક્ષેત્રો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઇ હતી તેમજ વિચારો અને માહિતીનું આદાન પ્રદાન થયું હતું જે ગુજરાત રાજ્ય તેમજ રિપબ્લિક ઓફ સાઉથ કોરિયા વચ્ચે ભવિષ્યમાં ભાગીદારી અંગે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જીસીસીઆઈની ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી અનિલ જૈને આભાર વ્યક્ત કરીને મીટીંગ નું સમાપન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com