અમદાવાદની વિવિધ કોલેજો અને યુનિવર્સિટી ભવનોમાં યુવાનોને જાગૃત મતદાર બનવા પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાયા

Spread the love

ત્રિ-દિવસીય ચાલેલા અભિયાનમાં શહેરનાં 6 શૈક્ષણિક સ્થળો પર આશરે 5000 જેટલા યુવાનોએ લીધો ભાગ

RJ ચાર્મીએ રસપ્રદ રજૂઆતો થકી યુવાનોને મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાન કરવા પ્રેરિત કર્યા

5000 જેટલા યુવાનોએ લીધા જાગૃત મતદાર બનવાના શપથ

મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા માટે electoralsearch.eci.gov.in પર જઈને જોઈ શકાય છે

નવા મતદાર બનવા માટે આપ ઘરબેઠા જ voters.eci.gov.in વેબસાઈટ પર જઈને લોગ ઓન કરી પોતાનું નામ મતદાર તરીકે નોંધાવી શકો છો.

અમદાવાદ

દેશના યુવાનોમાં લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી માટે જાગૃતિ વધે તેમજ યુવાનો મોટી સંખ્યામાં મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવે તે માટે કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણી પંચ પ્રયાસરત છે. હાલમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શહેરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટી ભવનોમાં યુવાનોને મતદાર બનવા પ્રોત્સાહન આપતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી અને ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્રિ-દિવસીય સુધી ચાલેલા આ અભિયાનમાં શહેરનાં 6 શૈક્ષણિક સ્થળો પર યોજાયેલા કાર્યક્રમોમાં આશરે 5000થી પણ વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત તમામ યુવાનો જવાબદાર મતદાર બનવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.આજનો જવાબદાર યુવાન આવતીકાલનો જવાબદાર નાગરિક છે. આ સંદેશ ગૂંજતો કરવા માટે શહેરના જાણીતાં RJ ચાર્મી દ્વારા યુવાનો સાથે ક્વિઝ, ગેમ્સ સહિત લાઈવ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું. યુવાનોનો મતદાન પ્રત્યેનો ઉત્સાહ વધે તે હેતુથી RJ ચાર્મીએ કોલેજના યુવાનો સાથે તેમની જ શૈલીમાં મતદાન એ તેમનો અધિકાર તેમજ ફરજ હોવાની વાત સમજાવી હતી.આ ઉપરાંત ચૂંટણી શાખા દ્વારા નિર્મિત ‘વોટર હેલ્પલાઇન’ એપ વિશે જાણકારી આપી હતી. આ એપ ડાઉનલોડ કરી એપમાં જઈને મતદાર યાદીમાં નામ નોંધણી કરી શકાય છે, તથા નામ, ફોટો, સરનામામાં ફેરફાર માટેની અરજી પણ કરી શકાય છે. આમ, આ એપ વિશેની વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા માટે electoralsearch.eci.gov.in પર જઈને જોઈ શકાય છે.

નવા મતદાર બનવા માટે આપ ઘરબેઠા જ voters.eci.gov.in વેબસાઈટ પર જઈને લોગ ઓન કરી પોતાનું નામ મતદાર તરીકે નોંધાવી શકો છો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતમાં ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા અપાયેલ કાર્યક્રમ મુજબ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અમદાવાદ જિલ્લામાં ચાલી રહ્યો છે. યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતિ વધે અને ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે માટે શહેરના ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં, જેજી કોલેજમાં, ઉમિયા કેમ્પસમાં, ભવન્સ કોલેજ ખાતે, હોમીયોપેથી કોલેજ ખાતે RJ ચાર્મી સાથે આ અનોખા રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેથી કરીને યુવાનો ચૂંટણી પ્રક્રિયા માટેની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com