અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિજાતી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૧ લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી : મુખ્યમંત્રી

Spread the love

US India Business Council terms Gujarat as India's 'growth engine' | India  News – India TV

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ  સ્પષ્ટ નેમ વ્યક્ત કરી છે  કે નળ સે જલ અંતગર્ત આદિજાતિ વિસ્તારો સહિત રાજ્યના 100 ટકા ઘરોને ઘરે ઘરે નળથી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં ગુજરાત લીડ લેશે. ગુજરાતના આદિજાતી વિસ્તારના તમામ અંદાજે ૨૪ લાખ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. આદિજાતી બંધુઓને વધુ આર્થિક પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૧.૨૫ લાખ લોકોને ખેડે તેની જમીન અંતર્ગત જમીનના હકકો પણ આપ્યા છે એમ તેમણે કહ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ ઉકાઇ જળાશય આધારિત રૂ. ૩૦૮ કરોડના ખર્ચે તૈયાર થયેલી સાગબારા-ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-તક્તીનું અનાવરણ  ગાંધીનગરથી કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો ૭૦મો જન્મ દિવસ ૨૦૫ આદિજાતિ ગામોના ૩ લાખથી વધુ વન બંધુઓ માટે જળક્રાંતિ દિવસ  બન્યો છે તેમ તેમણે ગૌરવ સહ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મોદી હૈ તો મુમકીન હૈ ના નારાને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી એક નોખી માટીના માનવી છે. ચરૈવતી ચરૈવતીના મંત્ર સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી થાક્યા વિના પ્રજાની ચિંતા કરીને વિકાસના કામો કરી રહ્યા છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત સહિત સમગ્ર વિશ્વને વિકાસની રાજનીતિના દર્શન કરાવ્યા છે. આ પહેલાં જ્ઞાતિ-જાતિ આધારિત રાજનીતિ થતી હતી. જ્યારે તેમને વિકાસની રાજનીતિ દ્વારા વિકાસની નવી દિશા આપી છે. પ્રજા પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે. આ પહેલાં વિકાસની રાજનીતિની ચર્ચા થતી જ નહોતી. આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને ખૂબ શક્તિ આપે, મા ભારતી ફરી જગત જનની બને અને દશોદિશાઓમાં ભારત માતાની વિજય પતાકાઓ લહેરાય અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રએ જણાવ્યું હતું કે, અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિજાતી વિસ્તારને મુખ્ય ધારામાં જોડવા-સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રૂ. ૧ લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી છે જેને આપણે આગળ વધારી રહ્યા છીએ.  તેમણે માછીમારો તેમજ કૃષિ મહોત્સવ થકી ખેડૂતોના કલ્યાણ માટે ચિંતા કરી છે. ગુજરાતની બહેનોના સશક્તિકરણ માટેની પણ ચિંતા કરી છે. ગરીબોના કલ્યાણ માટે ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાવવામાં આવ્યા છે.  તેમણે કહ્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે વિકાસના પંચામૃત એટલે પાંચ કાર્યક્રમોનું લોકાર્પણ કરાયું છે. આજે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી આપણે સૌ તેમણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ગુજરાત સહિત ભારતના ૧૩૦ કરોડ લોકો તેમના નેતૃત્વમાં સુખી સંપન્ન બને અને આપણને કાયમી માર્ગદર્શન મળતું રહે તેવી આજના શુભ દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.  મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, આજે સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારમાં પીવાના પાણી માટે રૂ. ૩૦૮ કરોડની પીવાના પાણીની યોજનાનું આપણે લોકાર્પણ કર્યુ છે. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. અમે એમ કહીએ છીએ કે જેનું ખાતમૂર્હુત અમે કરીએ છીએ તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ અભિમાન નહીં પણ સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય છે. તેનું પ્રમાણ છે એમ તેમણે કહ્યું હતું. કોરોનાના મહાસંક્રમણમાં પણ જ્યારે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં રૂ. ૧૦ હજાર કરોડથી વધુના વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત અને ઇ-લોકાર્પણ કરીને ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધારી છે.  તેમણે કહ્યું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી, સાવચેતી દ્વારા તેના સંક્રમણને આગળ વધતું અટકાવીશું. લોકો ઓછા સંક્રમિત થાય અને સંક્રમિત થયેલા લોકોને ઝડપી સારવાર મળે રહે અને સાજા થઈને ઘરે પરત જાય તે દિશામાં રાજ્ય સરકાર સતત સક્રિય છે. જેના પરિણામે ગુજરાતનો રિકવરી રેટ લગભગ ૮૪ ટકા જ્યારે ગુજરાતનો મૃત્યુદર લગભગ ૨.૭ ટકા સુધી નીચે પહોંચ્યો છે. આ દર ઘટતો જાય છે. જાન ભી જહાંન ભી હૈના મંત્ર સાથે ગુજરાતમાં ધંધા-રોજગાર પુન: શરૂ થયા છે. કોરોના હારશે ગુજરાત જીતશે તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામોમાં ૧૦૦ ટકા શૌચાલય, ગુજરાતમાં ૧૦૦ ટકા ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળે, ગુજરાત હેન્ડપંપ મુક્ત બને તે આપણી કલ્પના છે. આદિવાસી વિસ્તારમાં અમારી બહેનો હેન્ડપંપથી પાણી ખેંચવાના તકલીફમાંથી મુક્તિ મળશે. શહેરોમાં ઘરે ઘરે નળ દ્વારા શુદ્ધ પીવાનું પહોંચે છે તેમ આદિવાસી વિસ્તારોમાં પણ દૂર દૂરના ફળિયાઓમાં નળથી શુદ્ધ પાણી પહોંચે, ફ્લોરાઇડ યુક્ત પાણી નહી, પથરી અને હાથીપગાના દર્દમાંથી મુક્તિ મળશે. પ્રધાનમંત્રીશ્રીને કલ્પના મુજબ નલ સે જલ યોજના અંતર્ગત ૧૦૦ ટકા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તે દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આજે ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું છે. જ્યારે આજે સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારના છેવાડાના લોકોને ઘરમાં નળથી પાણી પાડવા જૂથ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com