મહેસાણા શહેર ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઇ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે મહિલાઓને પગભર બનાવી તેઓનો સામુહિક ઉત્કર્ષ થાય તે સરકારની હમેંશાં પ્રાથમિકતા રહી છે.તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે રાજ્ય સરકાર દ્વારા મહિલા જુથને જીરો ટકા વ્યાજે બેન્કો દ્વારા સરળ રીતે ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ થયેલ છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ સામજિક સેવાકીય કાર્યક્મો થયા છે.ગરીબો,ખેડુતો,મજુરો,કારીગરો,શ્રમિકો,મહિલાઓ,વિઘાર્થીઓ સહિત તમામ વર્ગોના કલ્યાણ માટે સરકાર કામ કરી રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે રાજ્યના ખેડુતોને ૩૩ હજાર કરોડનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અપાયું છે. મહેસાણા જિલ્લામાં ડિસ્ટ્રીક બેન્ક દ્વારા ૧૪૦૦ કરોડનું ધિરાણ જિલ્લાના ખેડુતોને ઝીરો ટકા વ્યાજે અપાયું છે. નાયબ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં સરકારે લોકહિતના અનેકવિધ નિર્ણયો કર્યા છે.આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂ ૦૧ લાખની લોન ૦૨ ટકાના દરે અપાઇ છે જેમાં સરકાર દ્વારા નાગરિકો વતી ૦૬ ટકા વ્યાજ બેન્કમાં ભરપાઇ કરવામાં આવેછે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના દર્દીઓની સારવાર માટે સરકાર પડખે રહી છે.રાજ્યમાં કોરોના દર્દીઓની સધન સારવાર રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહી છે. કોરોનાની સારવારના ૪૫ હજાર કિંમતના ઇન્જેકશનો વિનામૂલ્યે કોરોના દર્દીઓને અપાયા છે. આજ દિન સુધી એક પણ દર્દી દવા,સારવાર કે ઇન્જેકશના અભાવથી મરણ પામેલ નથી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર મહિલા કલ્યાણને વરેલી છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા રૂ ૦૧ લાખનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે મેળવી મહિલાઓ પોતોની સાથે પોતાના કુટુંબ અને સમાજના ભવિષ્યને પણ ઉજજ્વળ બનાવશે, મહેસાણા અર્બન બેન્ક દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલને ઓક્સિજનની સાધન સામ્રગી માટે રૂ ૧૫ લાખનું દાન કરેલ હતું જે માટે નાયબ મુખ્યમંત્રીશ્રીએ અર્બન બેન્કને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત દેવરાસણના વતની ભાવિનભાઇ પ્રજાપતિનું પુસ્તક લોકડાઉન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્મમં પ્રતિકાત્મક રૂપે મહિલાજુથોને લોન હુકમ અપાયા હતા.મહેસાણા ટાઉનહોલ ખાતે ઇ-લોન્ચીંગના કાર્યક્રમમાં મહેસાણા નગરપાલિકા પ્રમુખ ,મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિના આમંત્રીત સભ્ય અશોકભાઇ ચૌધરી,અગ્રણી જશુભાઇ પટેલ,મુકેશભાઇ,ગીરીશભાઇ,ચંદ્રિકાબેન, નગરપાલિકાના અધિકારીઓ,પદાધિકારીઓ, મહિલા જુથના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.