રાયપુરમાં યોજાયેલી બેઠકમાં છત્તીસગઢનાં નવા સીએમના નામનું એલાન : વિષ્ણુદેવ સાયના નામ પર મંજૂરીની મહોર

Spread the love

છત્તીસગઢમાં ભાજપે સીએમના નામનું એલાન કરી દીધું છે. રાજધાની રાયપુરમાં યોજાયેલી ધારાસભ્યની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં રાજધાની રાયપુરમાં ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા જ છત્તીસગઢમાં હલચલ વધી ગઈ હતી. ભાજપ કાર્યાલયમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠક પહેલા ડો.રમણ સિંહે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે છત્તીસગઢમાં ડેપ્યુટી સીએમ પણ હશે.

બીજેપી કાર્યાલયમાં રવિવારે બપોરે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના 54 નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે નિરીક્ષકો, પ્રદેશ પ્રભારી ઓમ માથુર, મનસુખ માંડવિયા, નીતિન નબીન અને સંગઠનના લોકો હાજર હતા.

કોણ છે વિષ્ણુદેવ સાય? વિષ્ણુદેવ રાય છત્તીસગઢના કુંકુરી મત વિસ્તારના છે. રાજ્યમાં આદિવાસી સમુરાઇની સૌથી વધુ વસ્તી છે અને રાય આ સમુદાયના છે. અજિત જોગી બાદ છત્તીસગઢમાં અન્ય કોઇ મુખ્યમંત્રી બનાવી શકાયા નહોતા. ભાજપે બીજી વાર આદિવાસી સીએમ પસંદ કર્યાં છે. વિષ્ણુદેવ સાય 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં રાયની ગણના સંઘના નજીકના નેતાઓમાં થશે. તેઓ 1999થી 2014 સુધી રાયગઢથી સાંસદ હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. છત્તીસગઢમાં ભાજપને 54 બેઠકો છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. છત્તીસગઢમાં ભાજપને 54 સીટો પર જીત મળી છે. પ્રચંડ જીત બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર મુખ્યમંત્રી પદનો હતો. જો કે, એક સપ્તાહ સુધી ચાલેલી મેરેથોન બેઠકો બાદ હવે સીએમનો ચહેરો નક્કી થઇ ગયો છે. વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના આગામી સીએમ હશે. સીએમ પદની રેસમાં આદિવાસી સમાજમાંથી આવતા વિષ્ણુદેવ સાંઈનું નામ આગળ વધી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com