રાજ્યમાં છેલ્લા થોડાં સમયથી સતત સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, હાલના સમયમાં શિક્ષિત લોકો સાયબર ક્રાઇમ વધુ ભોગ બની રહ્યા છે.
ગાંધીનગર ફોરેન્સિક યુનિવર્સિટીમાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર સિક્યોરિટી કોન્ફરન્સમાં હાલની સાયબર સ્થિતિ અંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, લોકોને માહિતી આપીએ છીએ છતાં લોકો જાગૃત થતા નથી. હાલના સમયમાં શિક્ષિત લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યાં છે.
આ સાથે જ હર્ષ સંઘવીએ કહ્યું કે, સાયબર ક્રાઇમ વધી રહ્યો છે તે મોટી સમસ્યા છે. હવેના સમયમાં ટેકનોક્રેટ લોકો પણ સાયબર ક્રાઇમનો ભોગ બને છે. જેથી સૌ કોઈએ કાળજી રાખવાની જરૂર છે. સાયબર સિક્ટોરિટી હાલના સમયમાં મોટો પડકાર બની રહ્યો છે. જેના મુદ્દે ગાંધીનગર ફોરેન્સિક યુનિવર્સિટીમાં કોન્ફરન્સમાં તેની ચર્ચા કરવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઇમ છે અને ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસતારમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. UK એમ્બેસી અને NFSU દ્વારા યોજાયેલી આ કોન્ફરન્સ દ્વારા સાયબર ક્રાઈમ અંગે ચર્ચા થશે. જેનાથી ગુજરાતને ઘણો ફાયદો થશે.