જવાહરલાલ નેહરૂ બે દિવસ રોકાઈ જતા તો પીઓકે તિરંગા હેઠળ હોત : અમિત શાહ

Spread the love

રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ અને જવાહરલાલ નેહરૂને નિશાના પર લીધા. ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનની સાથે થયેલા સીઝફાયરને લઈને સવાલ ઉઠાવ્યા. તેમને કહ્યું કે જો તે સમયે સીઝફાયર ના થયુ હોત તો આજે પીઓકે ના હોતુ. જવાહરલાલ નેહરૂ બે દિવસ રોકાઈ જતા તો પીઓકે તિરંગા હેઠળ હોત.

કલમ 370 પર બોલતા શાહે કહ્યું કે આઝાદી બાદ હૈદારબાદમાં કાશ્મીરથી મોટો પ્રોબ્લેમ થયો હતો. શું ત્યાં નેહરૂ ગયા હતા? જૂનાગઢ, લક્ષદ્રીપ, જોધપુરમાં નેહરૂ ગયા હતા? તે માત્ર કાશ્મીરનું કામ જોતા હતા અને તે પણ અડધુ છોડીને આવી ગયા. તેમને સવાલ કર્યો કે આખરે કાશ્મીરના વિલયમાં સમય કેમ લાગ્યો? અમિત શાહે કહ્યું કે ઈતિહાસને 1 હજાર ફૂટ નીચે દબાબી દો પણ સત્ય બહાર આવીને જ રહે છે.

શાહે ખુલાસો કરતા કહ્યું કે વિલય દરમિયાન એક વ્યક્તિને વિશેષ સ્થાન આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો અને તે હતા શેખ અબ્દુલ્લા તેથી વિલયમાં સમય લાગ્યો. તેમને સવાલ ઉઠાવ્યો કે કેટલા રાજ્યનો વિલય થયો પણ કોઈ જગ્યાએ 370 કેમ ના લાગી? તેમને કહ્યું કે દેશની જનતાને જવાબ આપવો પડશે કે આ શરત કોણે રાખી હતી અને કોણે સ્વીકારી હતી. આ સવાલથી ભાગી શકતા નથી.

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસને વાસ્તવિકતા સમજવી પડશે. આ હિન્દુ મુસ્લિમની વાત નથી. કાશ્મીરથી વધારે મુસ્લિમ સમુદાયના લોકો ગુજરાત, ઉત્તર પ્રદેશ અને અસમમાં છે પણ જ્યાં અલગાવવાદ ના થયો. કાશ્મીરમાં અલગાવવાદ એટલે થયો કારણ કે ત્યાં 370 હતો.

જમ્મૂ કાશ્મીરમાં વર્ષોથી અલગ અલગ પ્રકારના કેટલાય કાશ્મીરી હિન્દુ ભાઈ, કાશ્મીરી પંડિત, શીખ, ઘાટી છોડીને વિખેરાઈ ગયા. કેટલાક રાજ્યોએ તેમને આરક્ષણ પણ આપ્યું. જે પણ કાશ્મીરથી વિસ્થાપિત થયા તેમને સમગ્ર દેશે ગળે લગાવ્યા. હું આ વિસ્થાપિત લોકોને કહેવા ઈચ્છુ છુ કે નરેન્દ્ર મોદી સરકાર ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે. હવે કાશ્મીરી વિસ્થાપિત મતદાન કરશે, ચૂંટણી લડશે અને મંત્રી પણ બનશે.

અમિત શાહે કહ્યું કે જમ્મૂ કાશ્મીના એસટી પરિવારોના અધિકારને 3 પરિવારે અટકાવ્યા. તે બોલ્યા કે દેશની એક એક ઈંચ જમીન માટે ભાજપના કાર્યકર્તાઓ લડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com